Lok Sabha Election Survey over BJP Congress: લોકસભા ચૂંટણી 2024નો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય પક્ષોને લઈને લોકોના અભિપ્રાયમાં બદલાવ જોવા મળી રહ્યો છે. તાજેતરના એક સર્વેમાં બીજેપીને નુક્સાન દર્શાવવામાં આવ્યું છે. સાથે જ કોંગ્રેસની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. લોકસભાની ચૂંટણીને આડે લગભગ એક વર્ષ બાકી હોવાથી દેશનું રાજકીય ચિત્ર બદલાવાની શક્યતાઓ વેગ પકડી રહી છે.


આજ તક અને સી-વોટરના જાન્યુઆરીના 'મૂડ ઑફ ધ નેશન' ચૂંટણી સર્વેમાં જાણવા મળ્યું છે કે, જો ચૂંટણી આજે યોજાય તો ભાજપના નેતૃત્વ હેઠળની NDA 298 બેઠકો જીતશે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને 153 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. 92  બેઠકો અન્ય પક્ષોના ખાતામાં જતી દર્શાવવામાં આવી છે.


ભાજપને શા માટે ફટકો?


લગભગ છ મહિના પહેલા (ઓગસ્ટ 2022) કરવામાં આવેલા CVoterના સમાન સર્વેક્ષણમાં 307 બેઠકો NDAની તરફેણમાં, 125 બેઠકો કોંગ્રેસની આગેવાની હેઠળની UPA અને 111 બેઠકો અન્ય પક્ષોને જતી દર્શાવવામાં આવી હતી. જો આપણે ગયા વર્ષના ઓગસ્ટના સર્વેની સરખામણી જાન્યુઆરીના સર્વે સાથે કરીએ તો એનડીએ 9 બેઠકો ગુમાવી છે. બીજી તરફ કોંગ્રેસ પ્લસ ગઠબંધનના મામલે એવી સરખામણી સરખામણી કરવા પર યુપીએને 28 બેઠકોનો ફાયદો થયો છે. અન્ય પક્ષોના મામલામાં પણ 19 બેઠકોનો વધારો જોવા મળી રહ્યો છે. ભાજપને ઝટકો લાગ્યો હોય અને કોંગ્રેસની લોકપ્રિયતા વધી હોય તેવું લાગી રહ્યું છે.


શું છે મત ટકાવારીની ગણતરી?


CVoter દ્વારા ઓગસ્ટ 2022ના સર્વેક્ષણમાં UPAની મત ટકાવારી 28 ટકા અને જાન્યુઆરીના સર્વેક્ષણમાં 29 ટકા દર્શાવવામાં આવી હતી. આ સંદર્ભમાં કોંગ્રેસની વોટ ટકાવારીમાં એક ટકાનો વધારો થયો છે. બીજી તરફ જ્યાં ભાજપની બેઠકો ઘટતી જોવા મળી હતી ત્યાં વોટ ટકાવારીના ઉછાળાથી તેને રાહત મળી છે. ઓગસ્ટ 2022ના સર્વેક્ષણમાં NDAની મત ટકાવારી 41 ટકા હતી જે જાન્યુઆરીના સર્વેક્ષણમાં વધીને 43 ટકા થઈ ગઈ. આમ ભાજપના હિસ્સામાં 2 ટકા મત ટકાવારીનો ફાયદો દર્શાવે છે.


Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર ક્યો છે? સર્વેનું જાણો તારણ


ઈન્ડિયા ટુડે-સી વોટર્સના સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે એવા કયા મુદ્દા છે જે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય રથને રોકી શકે છે.


દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યાં છેલ્લા 9 વર્ષથી કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સત્તામાં છે ત્યાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશનો મૂડ જાણવા માટે ન્યૂઝ એજન્સી ઈન્ડિયા ટુડેએ સી-વોટર્સ સાથે મળીને એક સર્વે કર્યો હતો


ઈન્ડિયા ટુડે-સી વોટર્સના સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે એવા કયા મુદ્દા છે જે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય રથને રોકી શકે છે.