ભોપાલઃ મધ્ય પ્રદેશના ભોપાલમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં બે વર્ષ પહેલાં એક વિદ્યાર્થીની ‘આશુ’ નામના યુવકના પરિચયમાં આવી હતી ને પ્રેમમાં પડી હતી. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. બંને ચોરીછૂપીથી મળીને શરીર સુખ માણતાં હતાં. છેલ્લા બે વર્ષથી બંનેના આ સંબંધો હતા.

યુવતી અને ‘આશુ’ રાયસેન ફરવા ગયાં હતાં. બંનેએ હોટલમાં મજા કર્યા પછી ‘આશુ’ થોડા સમય માટે બહાર ગયો હતો. યુવતી તેમી પાછળ જતાં તેણે ‘આશુ’ને નમાઝ પઢતો જોઈ લીધો હતો. યુવતીએ આકરા શબ્દોમાં પૂછપરછ કરતાં તેણે પોતે ‘આશુ’ નહીં પણ અસદખાન હોવાનું કબૂલ્યું હતું.

યુવતી એ જ સમયે તેને છોડીને આવી ગઈ હતી પણ ‘આશુ’ ઉર્ફે અસદખાને તેનો પીછો ના છાડ્યો. તેણે યુવતી પર ધર્માંતરણ કરીને મુસ્લિમ બનવા માટે દબાણ કરવા લાગ્યો. 11 જાન્યુઆરીએ યુવતી અશોક ગાર્ડન વિસ્તારમાં પોતાની ફ્રેન્ડ સાથે જતી હતી ત્યારે અસદખાને રસ્તો રોકીને મુસ્લિમ બનીને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું ને દબાણ પણ કર્યું. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ કરી પણ કોઈ પગલાં ના લેવાયાં.

આ અંગે હિંદુ સંગઠનોને ખબર પડતાં તેમણે પોલીસ સ્ટેશને જઈને પોલીસને પગલાં લેવા કહેતાં પોલીસે એફઆઈઆર નોંધીને અસદખાનની લવ જિહાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરી છે.