લખનઉ: ગોરખપુર અને આનંદવિહાર ટર્મિનલની વચ્ચે ચાલનાર દેશની પહેલી હમસફર ટ્રેનનું સ્ટોપેજ લખનઉ અને કાનપુરને મળ્યું છે. આ ટ્રેનનો નંબર પણ એલૉટ કરી દેવામાં આવ્યો છે. બસ હવે રાહ જોવાઈ રહી છે દેશના રેલ મંત્રી સુરેશ પ્રભૂનો, જે ગોરખપુરથી હમસફર ટ્રેનને લીલી ઝંડી દેખાડીને રવાના કરશે.

સીસીટીવી કેમરાથી લેસ દેશની પહેલી હમસફર ટ્રેન ગોરખપુરથી લખનઉ અને કાનપુર થઈને દિલ્લીના આનંદ વિહાર ટર્મિનલ રેલ્વે સ્ટેશન જશે.

આ ટ્રેન ગોરખપુરથી આનંદ વિહાર થઈને વાયા લખનઉ થઈને દિલ્લી જશે. માનવામાં આવી રહ્યું છે કે હમસફર ટ્રેનને ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં લીલી ઝંડી દેખાડવામાં આવશે. આ ટ્રેન ગોરખપુરથી રાત્રે 8 વાગે રવાના થઈને આગલા દિવસે સવારે 7 વાગે આનંદ વિહાર પહોંચશે. અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલનારી આ ટ્રેન મોડી રાત્રે 12.35 પર લખનઉ અને બે વાગે કાનપુર પહોંચશે. તેના પછી ટ્રેનનો કોઈ સ્ટોપેજ નથી. અને ટ્રેન સવારે સાત વાગે આનંદ વિહાર પહોંચી જશે.

ટ્રેનની ટાઈમિંગ અને ટ્રેન નંબર રેલ્વેએ જાહેર કરી દીધા છે. ગોરખપુરથી ચાલનારી ટ્રેન નવેમ્બર 12595 અને આનંદ વિહારથી ચાલનારી ટ્રેનનો નંબર 12596 હશે. ગોરખપુરથી આનંદ વિહાર જનાર આ પહેલી ટ્રેન હશે જે માત્ર 11 કલાકમાં પોતાની યાત્રા પુરી કરશે. અત્યારે જે ટ્રેનો જાય છે તે ન્યૂનતમ 14 કલાકનો સમય લે છે.