ભોપાલઃ મધ્યપ્રદેશના રાજકારણમાં મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે અમંગળ બનીને ઉભર્યો છે, પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ પરિવારમાંથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ છે. મુખ્યમંત્રી કમલનાથથી નારાજ થયેલા સિંધિયાએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને સત્તાના નવા દાવ રમ્યા છે. સિંધિયાએ ખુદ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે.

અત્યાર સુધીમાં કુલ 22 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં છ મંત્રી અને 16 ધારાસભ્યો છે. આ દરમિયાન કમલનાથે રાજ્યપાલને પત્ર લખીને મંત્રીઓને દૂર કરવાની માંગ કરી છે.


છ મંત્રી

તુલસીરામ સિવાટ

પ્રભુરામ ચૌધરી

ગોવિંદ સિંહ રાજપૂત

મહેન્દ્ર સિંહ સિસોદિયા

ઈમરતી દેવી

પ્રદ્યુમન સિંહ તોમર

ધારાસભ્યો

હરદીપ સિંહ ડાંગ

રાજ્યવર્ધન સિંહ

બ્રજેન્દ્ર સિંહ યાદવ

જસપાલ સિંહ જગ્ગી

સુરેશ ધાકડ

જસવંત જાટવ

સંતરામ સરોનિયા

મુન્નાલાલ ગોયલ

રણવીર સિંહ જાટવ

ઓપીએસ ભદૌરિયા

કમલેશ જાટવ

ગિરીરાજ દંડૌતિયા

રઘુરાજ સિંહ કંસાના

બિસાહૂલાલ સિંહ

એંદલ સિંહ

મનોજ ચૌધરી


સિંધિયાએ શાહ અને મોદી સાથે કરી મુલાકાત

કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પહેલા સિંધિયાએ ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રધાનમંત્રી આવાસમાં મુલાકાત કરી હતી. કોંગ્રેસ છોડવાની સાથે જ સિંધિયાએ આગળનો રસ્તો નક્કી કરી લીધો છે. દેશભરમાં આજે હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે અને તેના પિતા માધવરાય સિંધિયાની જયંતી છે તેવા જ સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં ભળી જવાનો નિર્ણય કર્યો છે.

Yes Bankના ગ્રાહકો માટે મોટા સમાચાર, NEFT અને  IMPSથી કરી શકશે ચુકવણી

પ્રિયંકાએ પતિ નિક જોનાસ સાથે હોળી મનાવતી તસવીર કરી શેર, કહી આ મોટી વાત

પિતા માધવરાવના પગલે ચાલ્યો જ્યોતિરાદિત્ય, કોંગ્રેસને કહ્યું અલવિદા

હાર્દિક પંડ્યાએ મંગેતર સાથે ઉજવી હોળી, ભાઈ કૃણાલ અને ભાભી પણ હતા સાથે, જુઓ તસવીરો