ભોપાલઃ મંગળવારે જાહેર થયેલા દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામમાં દિલ્હીની આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટ જીતીને સત્તાની હેટ્રિક લગાવી હતી. જે બાદ રાજ્યમાં ફરી એકવાર કેજરીવાલના ફેંસલાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેજરીવાલે લાગુ કરેલા ‘ફરિશ્તે દિલ્લી કે’ સ્કીમના મૉડલને મધ્યપ્રદેશની કમલનાથ સરકાર અપનાવવા જઈ રહી છે. આ યોજના દ્વારા મધ્યપ્રદેશમાં કોઈનું રોડ એક્સિડેન્ટમાં થાય અને ઘાયલ નાગરિક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે જાય તો સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
કમલનાથ સરકારના જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું, કોઈપણ નાગિરકનું એક્સિડેન્ટ થાય અને ઈજાગ્રસ્ત વ્યક્તિ પ્રાઈવેટ હોસ્પિટલમાં જશે તો ત્યાં નિઃશુલ્ક સારવાર કરાવી શકશે. આ માટે મધ્યપ્રદેશની કમલનાથ સરકાર રોડ એક્સિડેન્ટ ઈન્શ્યોરન્સ પોલિસી શરૂ કરશે. આ યોજનાને હાલ ભોપાલ, ઈન્દોર, રીવા, છીંદવાડા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી રહી છે.
દિલ્હીની કેજરીવાલ સરકારે ફરિશ્તે દિલ્લી કે સ્કીમ શરૂ કરી હતી. જે અંતર્ગત રાજધાનીમાં દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિ નજીકની સરકારી હોસ્પિટલમા જાય તો સારવારનો તમામ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવે છે. પ્રારંભિક સારવારથી લઈ મોટા ઓપરેશન સુધીનો ખર્ચ દિલ્હી સરકાર આ સ્કીમ અંતર્ગત ઉઠાવે છે. દર્દીને હસ્પિટલ બદલવાથી લઈ એમ્બ્યુલન્સની સુવિધાનો ખર્ચ કેજરીવાલ સરકાર આપે છે.
તેમાં મદદ કરનારાને 2000 રૂપિયાનું ઈનામ પણ છે. કમલનાથ સરકાર દર્દીની સારવારના ખર્ચ માટે વીમા પોલિસી શરૂ કરી રહી છે પરંતુ ઘાયલને હોસ્પિટલ પહોંચાડનારાને કેવા પ્રકારનું ઈનામ આપવામાં આવશે તેનો કઈ ઉલ્લેખ નથી.
‘સરદાર પટેલને કબિનેટમાં નહોતા ઈચ્છતા જવાહરલાલ નેહરુ’, VP મેનનની બાયોગ્રાફીના આધારે વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન
બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઇનરનું અવસાન, પ્રિયંકાએ ગ્રેમી એવોર્ડ્સમાં પહેરેલા ડ્રેસની કરી હતી ટીકા
આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રક-બસની ટક્કર, 14નાં મોત, 31 ઘાયલ
કેજરીવાલ મૉડલ અપનાવશે કમલનાથ સરકાર, MPમાં શરૂ થશે આ મોટી સ્કીમ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2020 10:06 AM (IST)
દિલ્હીની કેજરીવાલ સરકારે ફરિશ્તે દિલ્લી કે સ્કીમ શરૂ કરી હતી. જે અંતર્ગત રાજધાનીમાં દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિ નજીકની સરકારી હોસ્પિટલમા જાય તો સારવારનો તમામ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવે છે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -