coronavirus:અહમદનગર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે 9,928 બાળકોમાં  આ કોરોના સંક્રમણની  પુષ્ટિ થઇ છે. જેમાં  6,700 લોકો 11 થી 18 વર્ષની વચ્ચે, 3,100 એકથી દસ વર્ષની અને કેટલાક એક વર્ષથી ઓછી ઉંમરના છે.


 મહારાષ્ટ્રના અહમદનગરમાં ગત મહિને એટલે કે મેમાં  9,900 બાળકો  કોરોના પોઝિટિવ આવ્યા છે. બાળકોના મોટી સંખ્યામાં કેસ આવતા સવાલ ઉઠી રહ્યાં છે કે શું કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે કારણ કે એક્સ્પર્ટે કોવિડની ત્રીજી લહેરમાં વાયરસ બાળકોને વધુ ઝપેટમાં લેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન અહમદનગરના ડીએમ રાજેન્દ્ર ભોસલેએ કહ્યું કે, અહમદનગરમાં કુલ 86 હજાર પોઝિટિવ કેસ આવ્યાં છે પરંતુ મોત નથી થયાં.


રાજેન્દ્ર ભોસલેએ કહ્યું કે, એપ્રિલ મહિનામાં જે લગ્ન યોજાયા તેમાં 18 વર્ષથી નાની વયના લોકોની ભીડ વધુ હતી. બાદ લોકડાઉન બાદ લોકો બહાર જઇને રમતાં હતા. બાળકોની મૂવમેન્ટ ચાલું હતી. આ કારણે બાળકોના પોઝિટિવ કેસ વધુ નોંધાઇ રહ્યાં છે. અહીં બાળકોનો પોઝિટિવ રેટ 11 ટકા આવ્યો છે. 


રાજેન્દ્ર ભોસલેએ કહ્યું કે, અહમદનગરમાં ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં પેડિયાટ્રિક વોર્ડસ કરી રહ્યાં છીએ. 100 બેડની પેડિએટ્રિક વોર્ડ઼ અમે કરી રહ્યાં છીએ. જેમાં 15 બેડ આઇસીયૂના રાખવામાં આવ્યાં છે. જો કે રાહતની વાત એ છે કે અહીં કોરોનાથી કોઇનું મૃત્યુ નથી થયું  


ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે 9,928 સગીર લોકોમાં કે જેમાં ચેપની પુષ્ટિ કરવામાં આવી છે, 6,700 લોકો 11 થી 18 વર્ષની વય જૂથમાં છે, 3,100 એકથી દસ વર્ષની વચ્ચે છે અને કેટલાક એક વર્ષથી ઓછી ઉંમરના છે. તેમણે કહ્યું, “આ 95 ટકા લોકોમાં ચેપનાં લક્ષણો નથી, તેથી ચિંતા કરવાની કંઈ વાત નથી. જો કે ત્રીજી લહેરની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકોને વધુ ધ્યાન આપવું જરૂરી છે.


અહમદનગરના પેડિયાટ્રિક્સ ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર . સચિન સોલાતે જણાવ્યું કે, આ સંખ્યા વધારે છે પરંતુ સંક્રમિત બાળકોમાં  લોકોએ લક્ષણો ન હોવાથી પરિસ્થિતિ  ચિંતાજનક નથી. 


જ્યારે પેડિયાટ્રિક્સ ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર  સચિન સોલાતને  બાળકોને આટલી મોટી સંખ્યામાં ચેપ લાગવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે,  "મોટા ભાગના કિસ્સાઓમાં, બાળકોમાં ચેપ માતાપિતા અથવા કુટુંબના અન્ય પુખ્ત સભ્યો દ્વારા આવે છે."