Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાગઠબંધનમાં સામેલ મુખ્ય પક્ષો સિવાય અન્ય નાના પક્ષોને બેઠકો આપીને રણનીતિ બનાવવામાં આવી રહી છે. ભાજપે તેના ક્વોટામાંથી મહારાષ્ટ્રની 4 વિધાનસભા બેઠકો તેના સહયોગી પક્ષોને આપી છે. જે નાના પક્ષોને બેઠકો આપવામાં આવી છે તેમાં યુવા સ્વાભિમાન પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પક્ષ, જન સુરાજ્ય શક્તિ પક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી RPI (A)નો સમાવેશ થાય છે. આ તમામ પાર્ટીઓને માત્ર એક-એક સીટ આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અને RPI(A)ના વડા રામદાસ આઠવલે સતત તેમની પાર્ટી માટે સીટોની માંગ કરી રહ્યા હતા. તેઓ પાંચ-છ બેઠકોની માગણી કરી રહ્યા હતા પરંતુ ભાજપે તેમને એક બેઠક આપવાની જાહેરાત કરી છે. સીટોની માંગને લઈને આઠવલે બીજેપી નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા. આ સાથે તેમણે મહારાષ્ટ્ર બીજેપી ચીફ ચંદ્રશેખર બાવનકુલેને એક યાદી સોંપી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ
બીજેપી મહારાષ્ટ્ર રાજ્ય એકમના અનુરોધ પર રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ તેમના પક્ષના ક્વોટામાંથી સાથી પક્ષોને બેઠકો આપવાનો નિર્ણય કર્યો. ચાલો જાણીએ કે કઈ પાર્ટીના ઉમેદવારો 4 સીટો પર વિધાનસભા ચૂંટણી લડશે.
કઇ બેઠક પર કયા પક્ષના ઉમેદવાર ?
બડનેરા-યુવા સ્વાભિમાન પાર્ટી
ગંગાખેડ - રાષ્ટ્રીય સમાજ પાર્ટી
કલીના - રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)
શાહુવાડી - જન સુરાજ્ય શક્તિ પક્ષ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ક્યારે છે ?
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન અને ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. હાલમાં, મહાયુત ગઠબંધન (એટલે કે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) સત્તામાં છે. આ વખતે મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને એનસીપી શરદચંદ્ર પવાર) પણ સત્તાની કમાન ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે જનતા ક્યાં ગઠબંધન પર ભરોસો વ્યક્ત કરે છે.
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન અને ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નહીં લડે AAP, કેજરીવાલ MVA ઉમેદવારો માટે કરશે પ્રચાર