મુંબઈ: વંચિત બહુજન આઘાડી પાર્ટી તરફથી આજે સીએએ અને એનઆરસીની વિરૂદ્ધમાં મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર મહારાષ્ટ્રમાં બંધની અસર જોવા મળી હતી. આ સાથે જ હિંસાના રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અકોલા, જાલાના, અમરાવતીથી છિટપુટમાં હિંસાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. પાર્ટીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે કહ્યું હિંસામાં સામેલ લોકો તેમની પાર્ટીના કાર્યકર્તાઓ નથી. એબીપી માઝા સાથે ખાસ વાતચીતમાં પ્રકાશ આંબેડકરે કહ્યું અમે અમારા કાર્યકર્તાઓને કહ્યું છે કે કોઈપણ પ્રકારની હિંસા ન થવી જોઈએ.
બંધ દરમિયાન હિંસાની સૌથી મોટી ખબર મુંબઈથી આવી હતી. જયાં ચેમ્બૂર વિસ્તારમાં બેસ્ટ બસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. બસના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે. દાવો કરવામાં આવ્યો છે કે હુમલો કરનારા વંચિત બહુજન આઘાડીના સદસ્ય છે. જણાવવામાં આવ્યું કે જ્યારે બેસ્ટની બસ રૂટ નંબર 362 બસ સ્વસ્તિક પાર્ક પાસે પહોંચી તો કેટલાક લોકોએ તેના પર પથ્થરમારો કર્યો હતો. બસની આગળનો કાંચ તૂટી ગયો અને ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હતી. બેસ્ટ બસ કોર્પોરેશને જણાવ્યું કે ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યા તેની સારવાર ચાલી રહી છે.
મુંબઈની સાથે-સાથે મહારાષ્ટ્રના અલગ-અલગ જગ્યાએ પણ હિંસાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. અમરાવતી અને જાલના સહિત કેટલાક જિલ્લાઓમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ સામસામે આવી ગયા હતા. વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકર વારંવાર કહી રહ્યા છે કે હિંસામાં સામેલ લોકો તેમના કાર્યકર્તાઓ નથી.
વંચિત બહુજન આઘાડીના મહારાષ્ટ્ર બંધ દરમિયાન હિંસા, પ્રકાશ આંબેડકરે કહ્યું- અમારા કાર્યકર્તાઓ તેમાં સામેલ નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jan 2020 06:59 PM (IST)
વંચિત બહુજન આઘાડી પાર્ટી તરફથી આજે સીએએ અને એનઆરસીની વિરૂદ્ધમાં મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર મહારાષ્ટ્રમાં બંધની અસર જોવા મળી હતી. આ સાથે જ હિંસાના રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -