મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે ખેડૂતોની તમામ માંગો પર લેખિતમાં આશ્વાસન આપ્યું છે. આદિવાસી ખેડૂતોની તમામ માંગો સ્વિકારી લેવામાં આવી છે. આ પહેલા ગત ખેડૂત મોર્ચા દરમિયાન જે માંગો કરવામાં આવી હતી તેના પર પણ કામ પૂર્ણ થઈ ગયું છે.
ખેડૂત મોર્ચાના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુલાકાત કર્યા બાદ સરકારે આશ્વાસન આપ્યું કે પ્રતિનિધિમંડળ અને મુખ્યમંત્રી વચ્ચે હકારાત્મક વાટાઘટો થઈ છે. છેલ્લા 3 મહિનાથી પેન્ડિંગ પડેલા મામલા પર સરકાર નિર્ણય લેશે. આદિવાસી અને બિન આદિવાસી સમાજની ત્રણ પેઢીઓના રહેવાના દસ્તાવેજ જમા કરવાની શરત રદ્દ કરવા અંગે પણ કેન્દ્ર સરકારને ભલામણ કરશે. જંગલ જમીન આદિવાસીઓને આપવાના તમામ મામલે 80 ટકા દાવા સરકારે ફગાવી દીધાં હતા જેના પર સરકાર પુન:વિચારણા કરશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ ગુરુવારે ખેડૂતોએ હલ્લા બોલ કર્યું હતું. ખેડૂતોએ મુંબઈના આઝાદ મેદામાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોની માંગ હતી કે આદિવાસીઓની જમીનના મુદ્દાઓને ઉકેલવામાં આવે, સાથે લોડ શેડિંગની સમસ્યા, વનધિકાર કાયદો, અછગ્રસ્તથી રાહત, ન્યૂનતમ સમર્થન મૂલ્ય, સ્વામીનાથ રિપોર્ટને જલ્દી લાગુ કરવામાં આવે.
ફડણવીસ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જંગલ જમીનના તમામ દાવેદારોના નામ એક જ દસ્તાવેજ પરથી તમામ દાવેદારોને અલગ અલગ દસ્તાવેજ આપવામાં આવશે. વન્ય અધિકાર નિયમને લાગું કરવા માટે આદિવાસી ગામને 50 ટકા લોકોની ઉપસ્થિતિની જરૂર હતી હવે તેને ગામની જગ્યા સિવાય મોટા વિસ્તારને પણ ધ્યાન રાખવામાં આવશે. આદિવાસીની જમીની ખેડૂતોને અછતગ્રસ્ત લોકોને મળતી તમામ સગવડ ઉપલબ્ધ કરાવવા સરકાર નિર્ણય કરશે.