મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આજે રાજ્યમાં 12,822 કોવિડ-19 કેસ નોંધાયા હતા અને 275 લોકોના મોત થયા હતા. જેની સાથે મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5,03,084 પર પહોંચી છે, જેમાંથી હાલ 1,47,048 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 17,367 લોકોને કોરોના ભરખી ગયો છે.
મહારાષ્ટ્રમાં આજે 11,081 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજયનો રિકવરી રેટ 67.26 ટકા થયો છે. મહારાષ્ટ્રમાં આજ દિન સુધીમાં કુલ 3,38,262 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સધીમાં કુલ 26,47,020 લેબોરેટરી સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 19 ટકાનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે.
મહારાષ્ટ્રમાં હાલ 9,89,612 લોકો હોમ કોરન્ટાઈન છે અને 35,625 લોકો ઈન્સ્ટિટ્યૂશનલ કોરન્ટાઈન છે.
Coronavirus: 8 રાજ્યોના આ જિલ્લામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, મૃત્યુદર પણ છે વધારે
જાણો યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્મા શું કરે છે, જુઓ સગાઈની તસવીરો
ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે સગાઈની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા, જાણો વિગતે