પુણેઃ મહારાષ્ટ્રના સિતારા જિલ્લામાં એક 15 વર્ષીય છોકરીને માસિક ના આવતા પુણેમાં એક ડૉક્ટર પાસે તપાસ કરાવી, મેડિકલ ટેસ્ટ બાદ ખબર પડી તે તે છોકરી ક્રોમોસોસ (ગુળસૂત્ર) પુરુષ છે. ડૉક્ટરોને તેમાં એક રેયર કન્ડિશન મળી જેને અંડ્રોજન ઇન્સેનસિવિટી સિન્ડ્રૉમ (AIS) કહેવામાં આવે છે. આ એક એવી કન્ડિશન છે જેમાં એક વ્યક્તિ આનુવંશિક રીતે પુરુષ પેદા થાય છે, પરંતુ એક મહિલાના શારીરિક લક્ષણો હોય છે.


હવે આ વાતની જાણ થયા બાદ છોકરી અને તેના માતા-પિતા બાકીની જિંદગી માટે છોકરીની ઓળખ રાખવા જ માગે છે. સ્ત્રી રોગ વિશેષણ અને એન્ડોસ્કૉપિક સર્જન ડૉ. મનિષ મચાવેએ છોકરીની આ બિમારીને ડાયગ્નોસ કરી. એન્ડ્રૉજન એક મેઇલ સેક્સ હૉર્મોન છે. એઆઇએસ વાળા વ્યક્તિમાં શરીર પુરુષ હૉર્મોન પ્રત્યે અસંવેદનશીલ થઇ જાય છે. એઆઇએસ પાર્ટિયલ ટાઇપમાં વ્યક્તિમાં મેલ અને ફીમેલના મિક્સ ફિચર્સ હોય છે. આ કેસમાં તેની બ્રેસ્ટ ડેવલપ નથી થઇ, વઝાઇનલ ડેવલપમેન્ટ અબનૉર્મલ છે અને ગર્ભાશળ અને અંડાશય નથી.

ફીમેલ આઇડેન્ટીટી જાળવી રાખવા માટે સર્જરી
હૉસ્પીટલના ડૉક્ટરોની એક ટીમ હવે આની ફીમેલ આઇડેન્ટીટી જાળવી રાખવા મદદ કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેના ગોનૈઇઝ (વૃષણ)ને કાઢી નાંખવા માટે લેપ્રોસ્ક્રૉપી સર્જરી અને બ્રેસ્ટની સર્જરી કરવામાં આવી છે. ડૉક્ટરોએ તેને હૉર્મોનલ ઇન્જેક્શન આપવાનો પ્લાન કર્યો છે, જેનાથી પુરુષના લક્ષણોના વિકાસને અટકાવી શકાય.

એક સામાન્ય મહિલા તરીકે જીવી શકશે જીવન
ડૉક્ટરોએ કહ્યું કે 18 વર્ષની થઇ જશે તો તે લેપ્રૉસ્ક્રૉપિક વેઝિનોપ્લાસ્ટી કરવામાં આવશે. સર્જરી બાદ એક મહિલા તરીકે સામાન્ય જીવન જીવી શકશે, પરંતુ ગર્ભ ધારણ નહીં કરી શકે, કેમકે ગર્ભાશય કે અંડાશય નથી.

એઆિએસ એક જેનેટિકલી ઇહેરિટેડ કન્ડિશન છે, જોકે મેડિકલ લિટેરેચરમાં મેન્શન કરવામાં આવ્યુ છે કે પ્રતિ એક લાખ વસ્તી પર લગભગ ચાર લોકો આનાથી પીડિત હોય છે. પરંતુ સ્ટિગમા અને બીજા સામાજિક કારણોસર બહુ ઓછા લોકો મેડિકલ હેલ્પ માટે આગળ આવે છે.