મુંબઈઃ મહારાષ્ટ્રમાં નાટકીય ઘટનાક્રમ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. એનસીપીના અજીત પવારે કોઈને ગંધ ન આવે તે રીતે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આજના નવા સમીકરણો બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું ભેગા મળી સરકાર રચવાનું સપનું લગભગ રોળાઈ ગયું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ફડણવીસને બહુમત પુરવાર કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે.  આ દરમિયાન NCPએ અજીત પવારને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.

આ દરમિયાન આજે સાંજે શિવસેના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ તેના ચૂંટાયેલા ધારાસભ્યોને પૂછ્યું કે તમે ડરેલા છો ? ધારાસભ્યોએ કહ્યું, બિલકુલ ડરેલા નથી. જે બાદ ઠાકરેએ કહ્યું તમામ શાંત રહેજો. આપણું સપનું પૂરું થશે. કોંગ્રેસ-એનસીપી આપણી સાથે છે.

મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય હલચલ અને ફડણવીસે શપથ લીધા બાદ સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, હવે તો લાગે છે કે જેના ગવર્નર તેની સરકાર.

મહારાષ્ટ્રની વિધાનસભામાં કુલ 288 સીટો છે, એટલે કે સરકાર રચવા માટે અહીં મેજિક નંબર 145 છે. બીજેપીને આ આંકડા સુધી પહોંચવા માટે વધુ 40 ધારાસભ્યોની જરૂર છે, કારણકે તેના 105 ધારાસભ્યો વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બન્યા છે. જ્યારે શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી હતી.

ભાજપ કાર્યકર્તાઓને સંબોધતી વખતે દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું ? જાણો વિગત

જયલલિતાની બાયોપિકનું ફર્સ્ટ ટીઝર થયું રિલીઝ, કઈંક આ રીતે નજરે પડી કંગના રનૌત

ભારતે 347/9 પર ઈનિંગ કરી ડિકલેર, 241 રનની લીડ, કોહલીની ઐતિહાસિક સદી