બાંગ્લાદેશ સામેની ચાલુ ટેસ્ટ દરમિયાન પંતને કેમ ટીમ ઈન્ડિયામાંથી કરી દેવાયો છુટ્ટો, જાણો વિગત
abpasmita.in | 23 Nov 2019 07:18 PM (IST)
પંત ઘરેલુ ક્રિકેટ રમીને ફોર્મમાં ફરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હી માટે આગામી 2 સુપર લીગ મેચમાં રમી શકશે.
નવી દિલ્હીઃ ભારતીય પસંદગીકર્તાએ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ટી-20 અને વન ડે શ્રેણી પહેલા રિષભ પંતને ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરી દીધો છે. પંત ઘરેલુ ક્રિકેટ રમીને ફોર્મમાં ફરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 6 ડિસેમ્બરે પ્રથમ ટી-20 રમાશે. એટલે કે પંત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હી માટે આગામી 2 સુપર લીગ મેચમાં રમી શકશે. દિલ્હી 24 નવેમ્બરે હરિયાણા અને 27 નવેમ્બરે રાજસ્થાન સામે રમશે. જે બાદ જો દિલ્હી સેમી ફાઇનલ અને ફાઇનલમાં પહોંચશે તો પંત તે માટે ઉપલબ્ધ હશે. પંતના સ્થાને કેએસ ભરતને સામેલ કરવામાં આવ્યો છે. ઈન્ડિયા-એ તરફથી રમતી વખતે તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. 26 વર્ષના ભરતે 69 ફર્સ્ટ ક્લાસ મેચમાં આઠ સદી અને 20 અડધી સદી સાતે 3909 રન બનવાયા છે. જેમાં એક ત્રેવડી સદી પણ સામેલ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હાલત બદલાઈ છે પણ અસર નહીં પડે, સરકાર અમારી જ બનશે જયલલિતાની બાયોપિકનું ફર્સ્ટ ટીઝર થયું રિલીઝ, કઈંક આ રીતે નજરે પડી કંગના રનૌત IND v BAN: ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે કોહલીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત