ભાજપ કાર્યકર્તાઓને સંબોધતી વખતે દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું ? જાણો વિગત
abpasmita.in | 23 Nov 2019 04:40 PM (IST)
મહારાષ્ટ્રમાં નાટકીય ઘટનાક્રમ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ફડણવીસને બહુમત પુરવાર કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે.
મુંબઈ : મહારાષ્ટ્રમાં નાટકીય ઘટનાક્રમ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ફડણવીસને બહુમત પુરવાર કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. દરમિયાન આજે બપોરે 4 કલાકની આસપાસ ફડવણીસ ભાજપ ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ફડણવીસે કહ્યું કે, મોદી હૈ તો મુમકિન હૈ. અમારી સરકાર પાંચ વર્ષ ચાલશે, મહારાષ્ટ્રના હિતમાં ફેંસલો લેવામાં આવ્યો છે. અમે સ્થિર સરકાર આપીશું. મહારાષ્ટ્રની વિધાનસભામાં કુલ 288 સીટો છે, એટલે કે સરકાર રચવા માટે અહીં મેજિક નંબર 145 છે. બીજેપીને આ આંકડા સુધી પહોંચવા માટે વધુ 40 ધારાસભ્યોની જરૂર છે, કારણકે તેના 105 ધારાસભ્યો વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બન્યા છે. જ્યારે શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી હતી. IND v BAN: ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે કોહલીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત