નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં શનિવારે રાજભવનમાં જે તસવીર સામે આવી તે ચોંકાવનારી હતી. દેવેન્દ્ર ફડવણીસના શપથ લીધા બાદ એક ચેહરો સામે જોવા મળતો હતો જે ડેપ્યુટી સીમ પદની શપથ લઈ રહ્યા હતા અને તે કોઈ બીજું નહીં પણ શરદ પવારના ભત્રીજા અજિત પવાર હતા. આ વાત તો અલગ છે કે શુક્રવારે રાત્રે તે એ બેઠકમાં સામેલ હતા જેમાં ભાવી ગઠબંધન સરકારની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.


અજિત પવારના આ નિર્ણય પર શરદ પવારની દીકરી સુપ્રિયા સુલેએ કહ્યું કે, આજે પાર્ટી અને પરિવાર તૂટી ગયા છે. તેની સાથે જ એનસીપીસીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, ધારાસભ્યોની સહીનો દુરુપયોગ થયો છે. જો તમે સુપ્રિયા સુલે અને નવાબ મલિકના નિવેદન પર ધ્યાન આપો તો એ કહેવું ખોટું નહીં કહેવાય કે અજિત પવારે એનસીપીના બે ભાગ કરી નાંખ્યા છે. આ બધાની વચ્ચે 41 વર્ષ જૂનો એ રાજનીતિક ઘટનાક્રમની યાદ તાજી થઈ ગઈ જ્યારે શરદ પવારે સરકાર બનાવવા માટે પાર્ટી તોડી હતી.

1977માં લોકસભા ચૂંટણીમ ઇમર્જન્સી બાદ થઈ રહી હતી અને એ ચૂંટમીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળી હતી. તે સમયે મહારાષ્ટ્રના સીએમ શંકર રાવ ચવ્હાણે હારની નૈતિક જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેની  જગ્યાએ વસંત દાદા પાટિલને સીએમ બનાવવામાં આવ્યા. પરંતુ કોંગ્રેસ યૂ અને આઈમાં વહેંચાઈ ગઈ. આ એ જ સમય હયો જ્યારે શરદ પવારે પોતાના ગુરુની પાર્ટી કોંગ્રેસ યૂમાં સામેલ થઈ ગયા.

1978માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થઈ અને બન્ને જૂથ અલગ અલગ ચૂંટણીમાં આવ્યા. જનતા પાર્ટીને સત્તાથી બહાર રાખવા માટે બન્ને જૂથ ફરી એક વખત સાથે આવ્યા. વસંત દાદા પાટિલ સીએમ બન્યા અને શરદ પવારને ઉદ્યોગ અને શ્રમ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી. 1978માં શરદ પવાર, કોંગ્રેસ યૂથી અલગ થતા જનતા પાર્ટીની સાથે મળીને સરકાર બનાવી લીધી. માત્ર 38 વર્ષની ઉંમરે શરદ પવાર રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા. બાદમાં યશવંત રાવ પાટિલ પણ શરદ પવારની પાર્ટીમાં સામેલ થયા હતા. પરંતુ જનતા પાર્ટીની મદદ લાંબા સમય સુધી ટકી ન શકી.

1980માં કેન્દ્રમાં ઇન્દિરા ગાંધી સત્તામાં આવી ચૂક્યા હતા અને મહારાષ્ટ્રમાં શરદ પવારની આગેવાનીમાં પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર પડી ગઈ. 41 વર્ષ બાદ મહારાષ્ટ્રના રાજભવનમાં કંઈક આવી જ તસવીર જોવા મળી. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની જોડી પર શરદ પવારે કહ્યું કે, એ સાચું છે કે અજિત પવાર તેને મળ્યા હતા. પરંતુ સવાર સવારમાં શપથ ગ્રહણથી હું હેરાન છું. જ્યાં સુધી અજિત પવાર વિરૂદ્ધ કાર્રવાઈનો સવાલ છે તો તેની વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્રવાઈ કરવામાં આવશે.