Maharashtra News: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી તેમના એક નિવેદનને કારણે વિવાદમાં આવી શકે છે. એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી બોલતી વખતે તેમણે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના વખાણ કર્યા હતા, પરંતુ તેમણે મહારાષ્ટ્ર વિશે એવી વાત કરી હતી જે સ્થાનિક લોકોને ભાગ્યે જ ગમે છે. ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ પર આપેલા નિવેદનના કારણે વિપક્ષ સતત પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષના કહેવા મુજબ રાજ્યપાલે મહારાષ્ટ્રનું અપમાન કર્યુ છે.
કોશ્યારીએ કહ્યું, જો મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ તથા રાજસ્થાનીઓને હટાવી દેવામાં આવે તો અહીંયા એક પણ પૈસો નહીં બચે. મુંબઈ દેશની આર્થિક રાજધાની નહીં રહે. મુંબઈમાં દિવંગત શ્રીમલતી શાંતિદેવી ચંપાલાલ કોઠારીના નામ પર રાખવામાં આવેલા ચોકના લોકાર્પણ વખતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ વાત કહી હતી. જેમનો આ વીડિયો હાલ વાયરલ થયો છે.
સંજય રાઉતે શું કહ્યું
સંજય રાઉતે કહ્યું, “રાજ્યપાલના મતે મહારાષ્ટ્ર અને મરાઠી લોકો ભિખારી છે. મુખ્યમંત્રી શિંદે, તમે સાંભળો છો? , જો તમને સ્વાભિમાન હોય તો રાજ્યપાલનું રાજીનામું માગો.
આ પણ વાંચોઃ
PIB Fact Check: PM મોદીએ સ્મૃતિ ઈરાનીની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી કરી ? જાણો વાયરલ મેસેજની હકીકત
શ્રાવણ મહિનાના શનિવારે શનિની આ રાશિઓ પર છે નજર, જાણો લો આજનું રાશિફળ