મુંબઈઃ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર માત્ર 80 કલાકમાં જ પડી ગઈ હતી. 23 નવેમ્બરે સવારે તેમણે શપથ લીધા હતા અને આજે રાજીનામું આપી દીધું હતું.  આ પહેલા અજીત પવારે પણ નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મહારાષ્ટ્રનો આભાર માન્યો હતો.

અમૃતાએ પોસ્ટની શરૂઆતમાં એક ગઝલની પંક્તિ લખી છે. જે બાદ તેણે લખ્યું, “યાદગાર પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રનો આભાર. તમે જે પ્રેમ આપ્યો છે તે હંમેશા મારી યાદોમાં રહેશે. સકારાત્મક બદલાવ લાવવા માટે મેં પૂરી ક્ષમતા સાથે કોશિશ કરી. જય હિંદ, જય ભારત!”


ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધીનો માન્યો આભાર, BJP પર શું કર્યો પ્રહાર ? જાણો વિગત

મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે ક્યારે અને કઈ જગ્યાએ લેશે CM પદના શપથ, જાણો વિગત

શરદ પવારે એવો શું પાવર દેખાડ્યો કે માની ગયા અજીત પવાર ? જાણો વિગત