મુંબઈઃ મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ આજે વિધાનસભામાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જે બાદ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. આ પહેલા એકનાથ ખડસેએ સોમવારે દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત લીધી હતી.


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કર્યા બાદ એકનાથ ખડસેએ કહ્યું, હું ભારતીય જનતા પાર્ટીથી નારાજ નથી પરંતુ પક્ષના 2-3 નેતાઓથી અસંતુષ્ટ છે. તેમણે એમ પણ કહ્યું કે હું શિવસેનામાં સામેલ નથી થઈ રહ્યો.


મહારાષ્ટ્રમાં ભાજપ સરકારમાં જમીન કબજે કરવાના આરોપમાં 2016માં તેમણે રેવન્યૂ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો અપેક્ષા મુજબનો દેખાવ નહીં કરવાના કારણે તેમણે પાર્ટીના કેટલાક નિર્ણયો સામે અવાજ ઉઠાવ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ પણ નહોતી આપવામાં આવી.


બિહારઃ સમસ્તીપુરમાં ભોજપુરી ફિલ્મ અભિનેતાની ધોળે દિવસે ગોળી મારી કરાઈ હત્યા, જાણો વિગત

તલાકના એક વર્ષ બાદ બીજા લગ્ન કરી રહી છે સાનિયા મિર્ઝાની બહેન, જુઓ મહેંદીની તસવીરો

સાનિયા મિર્ઝા અને અઝહરુદ્દીને તેલંગાણાના CMની એક સાથે કેમ કરી મુલાકાત ? કારણ જાણીને રહી જશો દંગ

હાર્દિક પંડ્યાએ ખોલ્યું રહસ્ય, કહ્યું- આ કારણે કરાવવી પડી મુશ્કેલ સર્જરી