મુંબઈ: મહારાષ્ટ્રમાં લાંબી ખેંચતાણ બાદ મંત્રીઓને ખાતાની વહેંચણી કરવામાં આવી છે. એનસીપી નેતા અનિલ દેશમુખને ગૃહ મંત્રાલય અને અજિત પવારને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીનું એક પદ શિવસેના અને એક કૉંગ્રેસને મળ્યું છે.


કૉંગ્રેસના બાલાસાહેબ થોરાટને મહેસૂલ, અશોક ચોહાણને પીડબલ્યૂડી, શિવસેનાના એકનાથ શિંદેને શહેરીવિકાસ, દાદા ભુસેને કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.આદિત્ય ઠાકરને પર્યાવરણ, પર્યટન ખાતુ સોંપવામાં આવ્યું છે. અનિલ પરબને પરિવહન, સંસદીય કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે.
શિવસેનાના નારાજ ધારાસભ્ય અબ્દુલ સત્તારને મહેસૂલ, ગ્રામીણ વિકાસ, પોર્ટ લેન્ડ ડેવલોપમેન્ટના રાજ્ય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના બે બે સભ્યો સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે શપથ લીધા હતા. તેના બાદ 30 ડિસેમ્બરે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.