NPR, NRC અને CAA એક સિક્કાની બે બાજુ; વિરોધ કરવાનો અમને ગર્વઃ પી ચિદમ્બરમ
abpasmita.in | 04 Jan 2020 07:52 PM (IST)
ચિદમ્બરમે કહ્યું, અમે અન્ટી-સીએએ વિરોધને હવા નથી આપી રહ્યા. અમે લોકોને સીએએ સામે ભડકાવી નથી રહ્યા. અમે તેની સામે વિરોધનો મંચ તૈયાર કરી રહ્યા છીએ અને તેના પર અમને ગર્વ છે. જો વિદ્યાર્થીઓ, યુવાઓ, મહિલાઓ અમારું સમર્થન કરી રહ્યા છે અને સડકો પર ઉતરી રહ્યા છે તો તેમાં ખોટું શું છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાને લઈ દેશમાં વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે. જેને લઈ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું, અમે અન્ટી-સીએએ વિરોધને હવા નથી આપી રહ્યા. અમે લોકોને સીએએ સામે ભડકાવી નથી રહ્યા. અમે તેની સામે વિરોધનો મંચ તૈયાર કરી રહ્યા છીએ અને તેના પર અમને ગર્વ છે. જો વિદ્યાર્થીઓ, યુવાઓ, મહિલાઓ અમારું સમર્થન કરી રહ્યા છે અને સડકો પર ઉતરી રહ્યા છે તો તેમાં ખોટું શું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે કહ્યું, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR), રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) એક જ સિક્કાની બે બાજુઓ છે. એનપીઆર અને એનઆરસીથી ઓળખ થશે અને બહાર કરી દેવામાં આવશે. NPR સ્પષ્ટ રીતે NRC સાથે સંકળાયેલું છે. ગૃહમંત્રીએ કેમ ન કહ્યું કે અમે NPR કરી રહ્યા છીએ, અમે NRC નહીં કરીએ. એનપીઆરની સામગ્રી અમે તૈયાર કરી હતી અને તેઓ જે કરી રહ્યા છે તે અલગ છે. અમે આશરે 15 સવાલ પૂછ્યા હતા. તેમણે તમારું રહેઠાણ, તમારા માતા-પિતાનું જન્મસ્થાન, તમારા ડ્રાઇવરનો લાયસન્સ નંબર, વોટર આઇડી અને આધાર અંગેના વધુ 6 સવાલ ઉમેર્યા છે. તેઓ આ વાતો કેમ પૂછી રહ્યા છે? કોંગ્રેસ પાર્ટીના આગામી અધ્યક્ષને લઈ પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા ચિદમ્બરમે કહ્યું, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કોણ હોવા જોઈએ તે કાર્યકર્તાઓએ નક્કી કરવાનું છે, નહીં કે બહારના લોકો કે મીડિયાએ. જે અમારા કાર્યકર્તાઓને સ્વીકાર્ય હોય તેને જ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદ કરીશું. આ સ્પષ્ટ રીતે આંતરિક મામલો છે. શ્રીલંકા સામે પ્રથમ ટી-20 પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, કોહલીને ડાબા હાથમાં થઈ ઈજા, જાણો વિગત ‘સ્વિંગના સુલતાન’ ઈરફાન પઠાણનો આ રેકોર્ડ તોડવો છે મુશ્કેલ, જાણો વિગતે BJP સાંસદની ઓવૈસીને ધમકી, કહ્યું- ‘ક્રેનથી ઉલટો લટકાવીને કાપી નાંખીશ તારી દાઢી’