શિવસેનાના મુખપત્ર સામનાના લેખમાં લખ્યું કે, મહારાષ્ટ્રની રાજનીતિ મહારાષ્ટ્રમાં જ, મહારાષ્ટ્ર દિલ્હીનું ગુલામ નથી. એટલું જ નહીં શિવસેનાએ સામનામાં ભાજપની તુલના હિટલર સાથે કરી દીધી છે. શિવસેનાએ કહ્યું કે પાંચ વર્ષ બીજાને ડર બતાવીને શાસન કરનારી ટોળી આજે ખુદ ડરમાં છે. આ ઉલ્ટો હુમલો થયો છે.
શિવેસનાએ આગળ લખ્યું કે, જ્યારે ડરાવીને પણ રસ્તો અને સમર્થન નહીં મળે, ત્યારે એક વાત સ્વીકારી લેવું જોઈએ કે હિટલર મરી ગયો છે અને ગુલામીમાંથી મુક્ત થઈ ગયા છીએ. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓની આગળ તો ડર વગર કામ કરવું જોઈએ. એ પરિણામનો આ જ અર્થ છે.
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ફડણવીસની પ્રશંસા કરી હતી. ફડણવીસ જ બીજી વખત મુખ્યમંત્રી બનશે, એવા આશીર્વાદ પણ આપ્યા પરંતુ 15 દિવસ બાદ પણ ફડણવીસ શપથ લઈ શક્યા નથી કારણ કે અમિત શાહ રાજ્યની ઘટનાઓથી દૂર રહ્યાં.
પ્રાપ્ત જાણકારી અનુસાર શિવસેના ધારાસભ્યોની બપોરે 12 વાગ્યે ધ રિટ્રિટ હૉટેલપર મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકમાં આદિત્ય ઠાકરે ધારાસભ્ય સાથે વાતચીત કરશે. બેઠકમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હાજર રહે તેવી સંભાવના છે.
મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ, ફડવણીસ સોમવારે બહુમત સાબિત કરશે