મુંબઈ: મહારાષ્ટ્રમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ મહાનગર પાલિકા(બીએમસી)ના કોન્ટ્રાક્ટરના 37 ઠેકાણા પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગને બીએમસી માટે કરનારી સરકારી યોજનાઓમાંથી મોટી રકમ વસૂલી હોવાની જાણકારી મળી હતી. જેના બાદ દરોડા પાડ્યા હતા.

મુંબઈ અને મહારાષ્ટ્રમાં એન્ટ્રી ઑપરેટરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર આવકવેરા વિભાગે 735 કરોડ રૂપિયાની બોગસ એન્ટ્રી અને ખોટા ખર્ચના પુરાવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને મચેલા ધમાસાણ વચ્ચે શિવસેનાએ ભાજપ સાથેનો નાતો તોડી લીધો છે. એવામાં આ દરોડા હાલના સંદર્ભમાં ખૂબજ મહત્વપૂર્ણ છે કારણ કે બીએમસી પર શિવસેનાનો કબ્જો છે. 227 સભ્યના સદનમાં શિવસેનાના કુલ 94 કોરપોરેટર્સ છે. જ્યારે ભાજપના 82 કોરપોરેટર્સ છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં શિવસેના નેતા સંજય રાઉતે ભાજપને કહ્યું હતું તે અમને ડરાવવાનો પ્રયાસ ના કરે.