Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર

Baghpat Incident:બાગપતમાં જૈન નિર્વાણ મહોત્સવ દરમિયાન મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. 5 લોકોની હાલત ગંભીર છે.

Continues below advertisement

Baghpat Incident News: મંગળવારે બાગપતના બરૌતમાં જૈન નિર્વાણ મહોત્સવ દરમિયાન સ્ટેજ તૂટી જતાં મોટો અકસ્માત થયો હતો. બારૌતમાં આયોજિત જૈન નિર્વાણ મહોત્સવ દરમિયાન કાર્યક્રમ માટે વપરાયેલ લાકડાનું સ્ટેજ તૂટી પડતાં બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મહિલાઓ ઉપરાંત પુરૂષો અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Continues below advertisement

 મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે શ્રદ્ધાળુઓ માન સ્તંભ પર લાડુ ચડાવી રહ્યા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘણા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ઘટના સ્થળે એસપી અર્પિત વિજયવર્ગીય અને એડિશનલ એસપી પણ પહોંચ્યા હતા.

કહેવાય છે કે, અહીં ભગવાન આદિનાથને નિર્વાણના લાડુ ચઢાવવાનો કાર્યક્રમ ચાલતો હતો. તે દરમિયાન મંચ પર ભક્તોની સંખ્યામાં વધારો થયો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જો કે હજુ સુધી અકસ્માતના કારણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ કાર્યક્રમ દિગંબર જૈન કોલેજ, બારૌતના મેદાનમાં ચાલી રહ્યો હતો.                                                                                                                                                    

વહીવટીતંત્રે શું કહ્યું?

આ ઘટના બાદ એસપી અર્પિત વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીની માહિતી અનુસાર, આ ઘટનામાં 20-25 લોકો ઘાયલ થયા છે. 2-3 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેટલાક લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી." 

આ પણ વાંચો 

Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત

Kutch: કચ્છમાં એસીનું કમ્પ્રેસર ફાટતા પિતા-પુત્રીનું મોત, માતા ગંભીર રીતે ઘાયલ, FSLની ટીમ તપાસમાં લાગી

મનરેગા યોજનામાં સરકાર તરફથી 39 કરોડ રૂપિયાની ચૂકવણીમાં વિલંબ કેમ?

 

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola