Accident : નૈનીતાલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી હતી, ત્યારબાદ કારમાં સવાર તમામ લોકો જીવતા સળગતા 8 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા.  SSP દ્વારા પણ આઠ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.


દુર્ઘટના વિશે માહિતી આપતાં બરેલીના એસએસપી ઘુલે સુશીલ ચંદ્રભાને જણાવ્યું કે, કાર હાઈવે પર એક ટ્રક સાથે અથડાઈ અને પછી 25 મીટર સુધી  ઘસડાતા ગઇ . જેના કારણે કારમાં આગ લાગી હતી. વાહન અંદરથી સેન્ટ્રલ લોક હતું, જેના કારણે લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી અને  કારમાં સવાર આઠેય લોકો  આગમાં બળી જતાં કરૂણ મોત થયા હતા. મૃતકોમાં 7 વૃદ્ધો અને એક બાળક હતું.  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


આ અકસ્માત બરેલી જિલ્લાના ભોજીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના નૈનીતાલ હાઈવે પર વહેલી સવારે થયો હતો. કારમાં સવાર તમામ મૃતકો બહેરીના રહેવાસી હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કારનું ટાયર ફાટ્યા બાદ ટ્રક સાથે અથડાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર હતા..                                                                                                                                                      


આ કાર બહારીના સુમિત ગુપ્તાની હતી, જે તે બુકિંગ પર ચલાવતો હતો. સુમિતના જણાવ્યા અનુસાર, પરિવાર લગ્ન આયોજનમાં હાજરી આપ્યા બાદ પરત બેહેડી તેમના ગામ  જતો હતો. આ દરમિયાન કારનું ટાયર ફાટતાં કાર ટ્રક સાથે અથડાઇને ડિવાઇડરમાં ચઢી ગઇ. આ દરમિયાન મોટો ઘમાકો થયો અને આગ લાગી. સેન્ટ્રલ લોકને કારણે લોક ન ખોલી શકાતા કારમાં સવાર તમામ લોકોના મોત થઇ ગયા. અકસ્માત એટલો મોટો હતો કે બહુ લાંબા સમય સુધી રોડમાં જામ લાગી ગયો હતો.