મુંબઈ: ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર આજે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ મામલે વિશેષ અદાલતમાં હાજર થયા નહતા. તેમના વકીલે મુંબઈની એક કોર્ટમાં જણાવ્યું કે ખરાબ સ્વાસ્થ્યના કારણે પ્રજ્ઞા કોર્ટમાં હાજર થવા અસમર્થ છે. તે શુક્રવારે કોર્ટમાં હાજર થશે. કોર્ટે આ અપીલ સ્વીકારી લીધી છે. આ પહેલા આ સપ્તાહમાં કોર્ટેમાં હાજર થવા પર છૂટ આપવા માટે પ્રજ્ઞાએ કરેલા આવેદનને સોમવારે એનઆઈએ જજ વીએસ પડાલકરે ફગાવી દીધું હતું.


ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞા 2008માં થયેલા માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ મામલે આરોપી છે અને હાલમાં જામીન પર છે. માલેગાંવ વિસ્ફોટમાં 6 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

સમાચાર એજન્સીના રિપોર્ટ પ્રમાણે ભાપોલાના સાંસદ પ્રજ્ઞા ઠાકુરના પેટમાં દુખાવો થવાના કારણે બુધવારે રાત્રે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા અને ગુરુવારે સવારે તેને રજા આપી દીધી હતી.

હરિયાણાના CM મનોહર લાલ ખટ્ટરે સેલ્ફી લેવા આવેલા યુવક સાથે કર્યું આમ, જુઓ વીડિયો

UP: BJP ધારાસભ્યએ કહ્યું- જો સરકારી કર્મચારી સન્માન ન કરે તો જૂતા કાઢીને ફટકારો

આ જાણીતી અભિનેત્રી ભાજપમાં જોડાઈ, TMCએ ઉઠાવ્યા સવાલ

કોર્ટે કહ્યું હતું કે આ મામલે પ્રજ્ઞાની ઉપસ્થિતિ જરૂરી છે. પ્રજ્ઞા ઠાકુર પાસે કોર્ટના આદેશનું પાલન કરવા માટે એક દિવસનો સમય છે. પ્રજ્ઞાની સહાયક ઉપમાએ કહ્યું કે, તેમની તબિયત સારી નથી. સારવાર માટે કાલે રાતે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમને પેટમાં તકલીફ છે અને ઇજેક્શન દ્વારા દવા આપવામાં આવી છે.

નવરાત્રી વેકેશ રદ્દ થવાને લઇને શું કહી રહ્યું છે ગુજરાત શાળા સંચાલક મંડળ, જુઓ વીડિયો