કોલકાતા: કેરલ,પંજાબ, રાજસ્થાન બાદ હવે પશ્ચિમ બંગાળ ચોથુ રાજ્ય હશે જ્યા વિધાનસભામાં આજે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં પ્રસ્તાવ રજૂ કરશે. પશ્ચિમ બંગાળના સંસદીય કાર્ય મંત્રી પાર્થા ચેટર્જી વિધાનસભામાં બપોરે આશકે બે વાગ્યે સીએએ વિરૂદ્ધમાં પ્રસ્તાવ રજૂ કર્યો.

પ્રસ્તાવમાં કેંદ્ર સરકારના સીએએને રદ્દ કરવાના, એનસીઆર અને એનપીઆરની યાજનાઓ પર કામ નહી કરવાની અપીલ કરવામાં આવી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે કેંદ્ર સરકાર માત્ર ગેર ભાજપા શાસિત રાજ્યોમાં સીએએને આગળ વધારવાની કોશિશ કરી રહ્યું છે.

ગેર ભાજપા શાસિત રાજ્યોની રાયથી અલગ કેંદ્ર સરકારનું કહેવું છે કે કોઈ પણ રાજ્ય નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ નહી કરી શકે અને તે અસંવૈધાનિક છે.

CAA તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે તકરારનો નવો મુદ્દો બન્યો છે. એક તરફ તૃણમૂલ કૉંગ્રેસ કાયદાનો પૂરી તાકાતથી વિરોધ કરી રહ્યું છે, જ્યારે ભાજપ બીજી તરફ લાગુ કરવા પર જોર આપી રહ્યું છે.

ડિસેમ્બરના મહિનામાં સંસદમાંથી સીએએને મંજૂરી મળી હતી. ત્યારબાદથી મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત સભાઓ કરી રહ્યા છે. તેમણે સીએએને ધર્મના આધારે ભાગલા પાડવાનું ગણાવ્યું હતું. ભાજપ પશ્ચિમ બંગાળમાં સીએએને સમર્થનમાં સભાઓ કરી રહી છે.