આ સાથે જ મમતા બેનર્જીએ રાજ્યમાં એક જૂલાઈથી શરૂ થઈ રહેલા અનલોક 2ને લઈને ઘણી છૂટની જાણકારી આપી છે. આ સાથે જ પ્રાઈવેટ બસ ઓપરેટરોને ચેતવ્યા કે તેઓ ભાડુ વધારવાની માંગ છોડી દે.
મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સવારે 5.30થી 8.30 સુધી મોર્નિંગ વોકની છૂટ રહેશે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. રાજ્યમાં યોજાના લગ્ન સમારોહમાં 50 લોકો સામેલ થઈ શકશે. જ્યારે મરણમાં 25 લોકોને ભેગા થવાની છૂટ હશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં એક જૂલાઈથી અનલોક 2 લાગૂ થઈ રહ્યું છે. કેંદ્ર સરકારે તેને લઈને સોમવારે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. અનલોક 1ની જેમ અનલોક 2માં પણ રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે તેઓ પોતાની જરૂરિયાત મુજબ કેંદ્રના દિશાનિર્દેશમાં બદલાવ કરી શકે છે.