મુબઈ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નોટબંધીના નિર્ણય બાદ વધારે પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઈફ ઈંશ્યોરંસ કોરપોરેશન માટે આ નોટબંધી ફાયદાકારક સાબિત થઈ છે. કંપનીની દાદર શાખાએ બુધવારે 50 કરોડમાં રૂપિયા પ્રમિયમની એક પોલીસી વહેંચી હતી.
વીમા પોલીસીનું રેર્કોડ પ્રમીયમ એક વ્યક્તિએ જીવન અક્ષય પેંશન પ્લાન માટે આપ્યું છે. આ વ્યક્તિને બિજનેઝમેન બતાવવામાં આવી રહ્યો છે, જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો છે. ઉલ્લેખનિય છે કે આ એકમાત્ર પોલીસી નથી કે એલઆઈસીએ નોટબંધી બાદ વહેંચી હોય. ગયા સપ્તાહે એક બોલીવુડ એક્ટરે 2 કરોડ રૂપિયાનો પેંશન પ્લાન LICમાંથી લીધો હતો, જેના કારણે તેને દર વર્ષે 15 લાખ રૂપિયા પેંશનના રૂપમાં મળશે.
પરંતુ LIC એ હવે બ્રાંચ પાસે જવાબ માંગ્યો છે કે આ બોલીવુડ સ્ટારની પોલીસી સાથે જોડાયેલી માહિતી બહાર કઈ રીતે આવી ગઈ? સોશ્યલ મીડિયા પર કઈ રીતે લીક થઈ જ્યારે એક્ટરે તેને ગુપ્ત રાખવાની માંગ કરી હતી.
LIC ના આ પ્લાનની 30 નવેંબર સુધીની રેર્કોડ વહેંચાણ થયું છે. આ પ્લાન સાથે LICએ છેલ્લા દિવસે 2300 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. જીવન અક્ષય પ્લાન જ્યારે લોંચ કરવામાં આવ્યો ત્યારે વધુ લોકોએ તેમાં રૂચી દાખવી ન હતી. ઉલ્લેખનિય છે કે તેમાં મળનાર ઈંટ્રેસ્ટ રેટ વધુ ન હતો. પરંતુ નોટબંધી બાદ કેટલીક બેંકોએ ફિક્સ ડિપોઝીટ પર પણ ઈંટેસ્ટ્ર રેટ ઘટાડી દિધો છે.