ઈમ્ફાલ: મણિપુરની વિશેષ હુઈરેમ 9 નવેમ્બરના થાઈલેંડમાં યોજાનાર મિસ ઈંટરનેશનલ ક્વીન બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ રહી છે. 27 વર્ષની વિશેષ હુઈરમ એક ટ્રાંસજેન્ડર છે. વિશેષ સિનેમાં અને થિયેટરમાં પણ કારી ચુકી છે. વિશેષ થાઈલેંડના ચોન્બુરીમાં યોજાનારા આ કોન્ટેસ્ટમાં પસંદગી પામેલ 30 પ્રતિસ્પર્ધકમાંથી એક છે. આ કોન્ટેસ્ટ માત્ર ટ્રાંસજેન્ડર માટે થઈ રહ્યો છે. જેની શરૂઆત 2004માં થઈ હતી. વિશેષ હુઈરેમે બેંગ્લોર યુનિવર્સિટીથી ફેશન ડિઝાંઈનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. વિશેષે મણિપુરી ફિલ્મો અને થિયેટરમાં પણ કામ કર્યું છે