નવી દિલ્લી: દિલ્લી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે એક પ્રેસ કોન્ફ્રન્સ કરી કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. માલીવાલે કહ્યું દિલ્લીમાં સંસદથી ત્રણ કિલોમીટરના અંતરે દેહ વ્યાપારનો ધંધો ચાલે છે. એક રાતમાં ત્યા ઓછામાં ઓછા 5 કરોડનો કારોબાર થાય છે. અમે લોકોએ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે આ દેહ વ્યાપારનો ધંધો  કોના ઈશારા પર ચાલે છે, એ દરમિયાન અમને જાણવા મળ્યુ કે દિલ્લીની કેંદ્ર સરકારના એક મંત્રી છે અને દેશની સૌથી મોટી પાર્ટીના દિલ્લીના એક નેતા છે. તેમના ઈશારે આ સમગ્ર કારોબાર ચાલે છે. અમે લોકોએ જાણવાની કોશિશ કરી કે કોણ આ કોઠાઓના માલિક છે એ દરમિયાન અચાનક મારા પર ફરિયાદ દાખલ કરવામાં આવી જે એકદમ ખોટી છે. હવે મારી ધરપકડ કરવામાં આવશે અને એલજીના માધ્યમથી આ નેતા દિલ્લી મહિલા આયોગના અધ્યક્ષ પદ પરથી પણ મને હટાવી દેશે.