નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયા કાર્યક્રમ મન કી બાતમા જળ સંરક્ષણથી લઇને જમ્મુ કાશ્મરી સુધી અનેક મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જળનીતિ પર જોર આપતા કહ્યું કે જળ સંરક્ષણ લોકના હૃદયને સ્પર્શતો વિષય છે.


પીએમ મોદીએ કહ્યું પાણીના વિષયે હાલના સમયમાં દેશવાસીઓને મુશ્કેલીમાં મુકી દીધા છે. સરકાર અને એનજીઓ જળ સંરક્ષણ માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યાં છે.  જેનું ઉત્તમ ઉદાહારણ ઝારખંડના આરા કેરમ ગામ છે. રાંચીના કેરમમાં ગ્રામીણોએ શ્રમદાન કરીને પહાડથી પડતા ઝરણાને સંરક્ષણ કરી રહ્યાં છે. મિઝોરમ દેશનું પહેલું એવું રાજ્ય છે. જેણે જળનીતિ તૈયાર કરી છે. હરિયાણા સરકારે ખેડૂતોને ઓછા પાણી વાળા પાક માટે પ્રેરિત કર્યા છે. જેથી ખેડૂતોને પણ નુકસાન થતું નથી.

પીએમ મોદીએ કહ્યું ચંદ્રયાન-2 મિશને ફરી એકવાર એ સાબિત કરી દીધું છે કે જ્યારે વાત નવા નવા ક્ષેત્રમાં કંઈક નવુ કરવાની હોય ત્યારે આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે. વિશ્વ-સ્તરીય છે. આપણે એસેટ મિસાઈલથી અંતરિક્ષમાં હુમલો કરવા અને તેનાથી બચવાની શકિત પણ હાંસિલ કરી છે. ચંદ્રયાન-2 મિશન ઘણી રીતે મહત્વનું છે. જે આપણને ચંદ્ર વિશે ઘણી જાણકારી આપશે. ચંદ્રયાન-2થી આપણને વિશ્વાસ અને નિર્ભયતા મળી છે. જે સમગ્ર રીતે ભારતીય મિશન છે. આ મિશન યુવાનોને વિજ્ઞાન માટે લોકોને પ્રેરિત કરશે.

પીએમ મોદીએ દેશના વિદ્યાર્થીઓ માટે એક રસપ્રદ સ્પર્ધા વિશે જણાવતા કહ્યું કે, ક્વિઝ કોમ્પીટિશન દ્વારા સૌથી વધુ માર્કસ મેળવનાર બાળકોને 7 સપ્ટેમ્બરે શ્રીહરિકોટા લઈ જવામાં આવશે. અને ચંદ્રયાન 2 ની લેન્ડિંગ જોવાનો અવસર મળશે.

વડાપ્રધાન મોદીએ અમરનાથ યાત્રાની સફળતા માટે જમ્મુ-કાશ્મીરના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે કાશ્મીરના લોકો અમરનાથ યાત્રીઓની સેવા અને મદદ કરે છે. આ વર્ષે પાછલા ચાર વર્ષ કરતા વધુ શ્રદ્ધાળુઓ સામેલ થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ ચાર ધામની યાત્રા માટે મોટી સંખ્યામાં રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુંઓ પહોંચ્યા છે.

કાશ્મીર અંગે પીએમ મોદીએ કહ્યું કે, આ સ્પષ્ટ છે કે જે લોકો વિકાસની રાહમાં નફરત ફેલાવવા માંગે છે, અવરોધ પેદા કરવા માંગે તેઓ ક્યારેય પોતાના નાપાક ઇરાદામાં સફળ નહીં થાય.