હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું આજે મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મારો રિપોર્ટ  પોઝિટિવ છે. હું છેલ્લા એક સપ્તાહમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરું છું.


હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાન ચંદ ગુપ્તા અને બીજેપીના બીજા બે ધારાસભ્યોની તપાસમાં આજે કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. રાજ્યના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજે આ જાણકારી આપી હતી.



દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 31,06,349 પર પહોંચી છે. જેમાંથી 23,38,036 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 57,542 લોકોને કોરોના ભરખી ગયો છે.