Mathura Janmabhoomi Case: સિવિલ કોર્ટમાં આજે મથુરા જન્મભૂમિ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે બાદ કોર્ટે આ મામલામાં તમામ પક્ષકારોને અરજી પર વહેલી તકે જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તમામ પક્ષકારોના જવાબ દાખલ કર્યા પછી જ આગામી સુનાવણી થશે. તમામ પક્ષકારોને પિટિશનની કોપી મોકલવા જણાવાયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કેસની આગામી સુનાવણી જૂલાઈના પહેલા સપ્તાહમાં થઈ શકે છે.
હિન્દુ પક્ષના વકીલે શું કહ્યુ?
શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસ પર હિંદુ પક્ષના વકીલે કહ્યું કે, અમે કોર્ટમાં અમારો દાવો રજૂ કર્યો છે. જે બાદ કોર્ટે સંમતિ આપી કે આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે. તમામ અરજદારોને તાત્કાલિક તેમના જવાબો દાખલ કરવાના નિર્દેશ અપાયા છે. અમે ઈચ્છીએ છીએ કે આ સમસ્યાનો શક્ય તેટલો જલદી ઉકેલ આવે. આ મામલે કોઇ પણ નિર્ણય આવે. આ કેસમાં કુલ ચાર પક્ષકારો છે. તેમણે કહ્યું કે શ્રીકૃષ્ણજીની સંપત્તિ ઇદગાહને આપવી એ ખોટું છે. જે કરાર થયો તે યોગ્ય ન હતો. તે સંકુલમાં જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. જો તેમાં મસ્જિદ પણ આવશે તો તેને પણ હટાવી દેવામાં આવશે.
હિંદુ પક્ષના વકીલે કહ્યું કે શ્રીકૃષ્ણજીની સંપત્તિ આપવાનો કોઈને અધિકાર નથી. પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ અંગે તેમણે કહ્યું કે, અમે ગેરકાયદેસર કરારને પડકારી રહ્યા છીએ. મિલકતની માલિકી અમારી છે. અમે કોઈ મંદિર-મસ્જિદ કે ધાર્મિક સ્થળને પડકાર્યા નથી.
Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત