નવી દિલ્લીઃ અલાહાબાદની મહારેલીમાં બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ સીએમ માયાવતીએ કાયદો અને વ્યવસ્થા પર ઉત્તર પ્રદેશ સરકારને નિશાન બનાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલના સમયમાં યૂપીમાં મહિલાઓ સુરક્ષિત નથી.
આ સિવાય બાગી નેતાઓ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જે લોકો પક્ષ છોડીને ગયા છે તે એકલા ગયા છે. બહુજન સમાજ બસપા સાથે છે. વ્યક્તિગત સ્વાર્થો માટે બીજા પક્ષોના હાથોના ઇસારે ચાલનાર લોકોની બસપામાં કોઇ જગ્યા નથી.
માયાવતીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, જૂના ગુનાહિત રિકૉર્ડ ધરાવતા કેશવ પ્રસાદ મોર્યને ભાજપે પ્રદેશની કમાન શોપી છે.
માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ-સપામાં અંદરથી મળેલા છે. અને કૉંગ્રેસ પોતાની ખોટી નીતિઓના લીધે ખતમ થઇ ગઇ છે. તેમણે દાવો કર્યો હતો કે, 2017માં વિધાનસભા ચુંટણી બાદ યુપીમાં બસપા પૂર્ણ બહુમત મેળવશે.