નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા હિમાચલના કિન્નૌરમાં જવાનો સાથે દિવાળી ઉજવવાને લઇને માયાવતીએ મોદી પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું હતું કે, આપણી શુભકામના હમેશા સૈનિકો સાથે જ હોય છે, પરંતું મોદીને દિવાળી જવાનોના પરિવારો સાથે દિલ્લીમાં એકત્રિત રૂપથી મનાવી જોઇએ હતી. તેમને મળનારી  સહાય અને અન્ય સુવિધા વધારે આપીને તેમના આંસૂ લુછવાનો પ્રયાસ કરવો જઇતો હતો.


માયાવતીએ આને માનવતાનું કામ ગણાવ્યું હતું. પરંતું તેમણે આમ નહોતું કર્યું. જો મોદી શહીદોના પરિવાર સાથે દિવાળી મનાવેત તો તે સૈનિકોને પણ સારુ લાગેત જેમની સાથે તેમણે દિવાળી ઉજવી હતી.

બસપા સુપ્રિમો માયાવતીએ જણાવ્યું હતું કે, સીમા પર સુરક્ષા બળો અને સૈનિકોના જવાનોના શહીદ થવાની ખબર સતત આવી રહી છે. આ ચિંતાની વિષય છે. ખાસ કરીને એલઓસી પાર સીઝફાયરના વારંવારના ઉલંખનના કારણે તેની સંખ્યામાં વૃદ્ધી થઇ છે. શહીદોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરવાની સાથે સાથે તેમના પરિવારને દેવામાં આવતી સહાય અને અન્ય સુવિધા એક સાથે પરિવાર દેવામાં આવેત તો તે વધારે સારું હોત. આવુ કરીને શહીદો પ્રતિ દેશન સાચ્ચી શ્રદ્ધાંજલી હોત.

જવાનોને લઇને કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દિવાળી પહેલા એક જવાનો માટે પત્ર લખ્યો હતો.