નવી દિલ્હી: બસપા સુપ્રીમો માયાવતીએ કર્ણાટકમાં વિશ્વાસ મત દરમિયાન ગેરહાજર રહેલા ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે. માયાવતીએ કહ્યું ધારાસભ્યને કુમારસ્વામીના પક્ષમાં વોટ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા, પરંતુ ધારાસભ્યને હાઈકમાન્ડના આદેશનું પાલન નથી કર્યું, જે અનુશાસનહિનતા છે જેની પાર્ટીએ ગંભીરતાથી નોંધ લીધી છે. બસપાના ધારાસભ્ય એન મહેશને તત્તકાલ પ્રભાવથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણનો આજે અંત આવ્યો હતો. કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. આ સાથે જ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં ચાલતી કૉંગ્રેસ-જેડીએસની સરકાર પડી ગઈ છે.

કૉંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને 99 મતો મળ્યા હતા જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા. આજે વિધાનસભામાં વોટિંગ સમયે 204 ધારાસભ્યો હાજર હતા. સ્પીકરે વોટ ન આપ્યો. કુમારસ્વામીના પક્ષમાં 99 અને વિપક્ષમાં 105 મત પડ્યા હતા.