દેશમાં અત્યારે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ તહેવારની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભારત સરકારે દેશના લોકોને અપિલ કરી છે કે, તેઓ મમ્મી સાથે ભોજન લેતો ફોટો શેર કરે. ભારત સરકારે અપિલ કરી છે કે, દેશના નાગરીકો રંગોના તહેવાર હોળીની ઉજવણી પોતાની મમ્મી સાથે ભોજન લઈને કરે. સાથે જ મમ્મી સાથે ભોજન કરતો ફોટો પણ શેર કરવા અપિલ કરાઈ છે. આ ફોટો #MaaKeSangKhana અથવા #MealWithMom સાથે શેર કરવાનો રહેશે.
#MaaKeSangKhana અથવા #MealWithMom આ હેશ ટેગ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાંથી પસંદ કરવામાં આવેલા ભારત સરકારના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવશે. ભારત સરકારે આજે ટ્વીટ કરીને આ અભિયાન અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આવો બધા મળીને આ હોળીનો તહેવાર વધુ કલરફુલ બનાવીએ.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમ્યાન પીએમ મોદી પોતાના માતા હિરાબાને મળ્યા હતા. આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ હિરાબા સાથે રાત્રીનું ભોજન લીધું હતું. આ મુલાકાતની તસવીરો પણ જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ