નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના બારામૂલા જિલ્લામાં એલઓસી પાસે સૈન્યએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જોકે, પોલીસે આ ઘટનાની પુષ્ટી કરી નથી કારણ કે માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ મળ્યા નથી. સૂત્રોના મતે અથડામણ ગુરુવારે સાંજે ઉરી સેક્ટરના બોનિયારના જંગલમાં થઇ હતી. આ અભિયાનમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે.

બીજી તરફ શ્રીનગરમાં અલગાવાદીઓ તરફથી બોલાવવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે અધિકારીઓએ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નૌહટ્ટા, ખાનયાર, રૈનવાડી, એમઆરગંજ, સફા કદાલ અને મૈસૂમામાં પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ સ્થળો પર પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને રોકવા માટે તમામ સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી છે.