સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કોન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન( CDSCO) ના સૂત્રોએ કહ્યું કે, આજે મળેલી SEC (સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી)ની બેઠકમાં સીરમ ઈન્ટીટ્યૂટ અને ભારત બાયોટેકને કહેવામાં આવ્યું છે કે, જે ડેટા આપવામાં આવ્યા છે તે ઓછા છે. એવામાં વધુ ડેટા ઉપલબ્ધ કરવામાં આવે. તેને રિજેક્શન કહી શકાઈ નહીં. કંપની ફરી કમિટી પાસે ડેટા લઈને જશે. આ કમિટીના રિકમન્ડેશન પર ફાઈનલ મંજૂરી ડીસીજીઆઈ આપશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ કંપનીઓ ભારત બાયોટેક, સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ફાઈઝરે કોવિડ-19ની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે ડીસીજીઆઈ પાસે મંજૂરી માંગી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે, ભારતનું દવા નિયામ કોવિડ-19 ની વેક્સીન પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે અને તેમણે કહ્યું છે કે, જલ્દીજ લાયસન્સ આપવાની આશા છે.
ઉલ્લેખનીય છે કે, 2 ડિસેમ્બરે બ્રિટને ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 રસીને મંજૂરી આપી દીધી છે. આમ કરનાર બ્રિટન પ્રથમ દેશ છે. બ્રિટનમાં સોમવારથી સામાન્ય લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે.