નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનાં રાખીને પૂર્વોત્તરના મિશન પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આસામમાં નાગરિકતા સંશોઝન બિલના મુદ્દા પર વિરોધનો સામનો કરવો પડ્યો હતો પરંતુ વડાપ્રધાને આ મુદ્દા પર સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે તેમની સરકાર સિટિજનશીપ બિલ પર પાછળ હટવા માંગતી નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણાથી અલગ થયેલા દેશોના ધાર્મિક લઘુમતીઓ એટલે કે હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી મા ભારતીની સંતાનો છે અને તેમનું સંરક્ષણ કરવું આપણું કર્તત્વ છે. મોદીએ કહ્યું કે નાગરિકતા સાથે જોડાયેલા બિલને લઇને ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે અને સરકાર આસામ અને નોર્થ ઇસ્ટના રાજ્યોની ભાષા, સંક્તિ અને સંસાધનોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.


વડાપ્રધાન મોદી છે જ્યારે ગુવાહાટી પહોંચ્યા ત્યારે નાગરિકતા સંસોધન બિલ 2016નો વિરોધ કરી રહેલા આસમ સ્ટુડન્ટ યુનિયનના સભ્યોએ તેમને બ્લેક ફ્લેગ બતાવીને વિરોધ કર્યો હતો. આ મુદ્દા પર મોદીએ કહ્યું કે, આ વિષય ફક્ત આસામ અથવા નોર્થ ઇસ્ટ સાથે જોડાયેલો નથી પરંતુ દેશના અનેક હિસ્સામાં મા ભારતી પર વિશ્વાસ રાખનારા આવા સંતાનો છે એવા લોકો છે જેમને પોતાનો જીવ બચાવીને ભારત આવવું પડ્યું છે. વડાપ્રધાને કહ્યું કે જે શરણાર્થી પાકિસ્તાનથી આવ્યા હોય કે પછી અફઘાનિસ્તાનથી આવ્યા હોય, બાંગ્લાદેશથી આવ્યા હોય પરંતુ તેઓ 1947 અગાઉ ભારતનો હિસ્સો હતા. જ્યારે આસ્થાના નામ પર દેશનું વિભાજન થયું ત્યારે આપણાથી અલગ થયેલા દેશમાં રહેતા લઘુમતીઓ એટલે કે હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી,  ત્યાં રહે છે તેમને સંરક્ષણ આપવું આપણું કર્તવ્ય છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે, સરકાર આ બિલ પર સહયોગી પક્ષોના દબાણથી પાછળ હટશે નહી. બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવી વડાપ્રધાને કહ્યું કે, ઘૂસણખોરો માટે આસામ સહિત દેશના કોઇ હિસ્સામાં કોઇ જગ્યા નથી.