નવી દિલ્હી: ભારતે ગુરુવારે કેનેડામાં થઈ રહેલી ખાલિસ્તાન બનાવવ માટેની માંગ પર કહેવાતા લોકમતનું આયોજન કરી રહેલા કેટલાક ગ્રુપો અંગે ચિંતા વ્યક્ત કરી છે. અને કેનેડાને કહ્યું છે કે, કેનેડામાં રહેતા લોકો અને સંગઠનો દ્વારા થઈ રહેલી ભારત વિરોધી ગતિવિધિઓને રોકવામાં આવે.


ભારતીય કાયદા હેઠળ જે વ્યક્તિઓ અને સંસ્થાઓને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. તેવા લોકો અને સંસ્થાઓને કેનેડા પણ તેના કાયદા હેઠળ આતંકવાદી તરીકે જાહેર કરવા વિનંતી કરી હતી.


કેનેડામાં કહેવાતા ખાલિસ્તાન જનમતના મુદ્દે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, "મને લાગે છે કે અમે અમારી સ્થિતિ બે-બે વખત સ્પષ્ટ કરી છે. ભારત વિરોધી તત્વોના પ્રયાસોથી ખાલિસ્તાન જનમત આયોજન અંગે આપણું સ્ટેન્ડ સ્પષ્ટ છે. ખાલિસ્તાની જનમત અંગે ભારતે કેનેડાની સરકારને આ અંગે જણાવવામાં આવ્યું છે."


બાગચીએ જણાવ્યું હતું કે, ખાલિસ્તાની જનમત અંગે કેનેડાની સરકારે જણાવ્યું છે કે તે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરે છે અને કહેવાતા લોકમતને માન્યતા આપશે નહીં, જે કેનેડામાં બે ભાગમાં થવાનું છે.


"અહીંના કેનેડિયન હાઈ કમિશનર અને તેમના નાયબ વિદેશ મંત્રીએ આ અઠવાડિયે અલગ-અલગ નિવેદનોમાં આ પરિપ્રેક્ષ્યનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, અમે અગાઉ જે કહ્યું હતું તે હું પણ પુનરોચ્ચાર કરું છું, જે એ છે કે અમને આ જનમત ખૂબ વાંધાજનક લાગે છે કે ઉગ્રવાદી તત્વો દ્વારા રાજકીય રીતે પ્રેરિત કામોને મંજૂરી આપવામાં આવે છે. એક મૈત્રીપૂર્ણ દેશમાં થાય છે, અને તમે બધા આ સંદર્ભમાં હિંસાના ઇતિહાસથી વાકેફ છો," તેમણે વધુમાં ઉમેર્યું કે. સીએમ ભગવંત માન પંજાબ અને કેનેડાના સાસ્કાચેવન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કામ કરે છે.


MEA અરિંદમ બાગચીએ વધુમાં કહ્યું કે, "અમે આ મામલે કેનેડાની સરકાર પર દબાણ કરવાનું ચાલુ રાખીશું. અમે તેમને તેમના દેશમાં સ્થિત વ્યક્તિઓ અને જૂથો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા અને તેમના કાયદા હેઠળ જે વ્યક્તિઓ અને સંસ્થાઓ જાહેર કરવામાં આવી છે તેમને આતંકવાદી તરીકે નિયુક્ત કરવા માટે આહ્વાન કરીએ છીએ." 


તમને જણાવી દઈએ કે, શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ 6 નવેમ્બરના રોજ ટોરોન્ટો નજીક મિસીસૌગામાં કહેવાતા લોકમતનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રકારની પ્રથમ કવાયત 18 સપ્ટેમ્બરે બ્રેમ્પટન ખાતે યોજાઈ હતી.