સોશિઅલ મીડિયાની પોસ્ટ અને ઇમેલ પર નજર રાખશે મોદી સરકાર, બનાવી રહી છે એક ખાસ ટીમ
abpasmita.in
Updated at:
30 May 2018 07:30 PM (IST)
NEXT
PREV
નવી દિલ્હી: સોશિઅલ મીડિયા પર શેર કરવામાં આવતી સામગ્રી પર નજર રાખવા, તેનું વિશ્લેષણ કરવા, દેશ વિરોધી દુષ્પ્રચાર રોકવા તથા સોશિઅલ મીડિયાનું મોનિટરિંગ કરવા માટે મોદી સરકાર એક ખાસ ટીમ બનાવવા જઈ રહી છે. મોદી સરકાર સોશિઅલ મીડિયા પર શેર કરવામાં આવતી સંવેદનશીલ પોસ્ટ, ફેક ન્યૂઝને રોકવા માટે એક ખાસ સોફ્ટવેર સાથે ટીમ તૈયારી કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા બ્લૂમબર્ગ પ્રમાણે સૂચના અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઇન ટેન્ડર જાહેર કરી એવી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. જે સોશિઅલ મીડિયા પર નજર રાખી શકે. કંપની એવી હોવી જોઇએ જે સોશિઅલ મડિયા પર નજર રાખવા એક સોફ્ટવેર સહિત ઓછામાં ઓછા 20 લોકોની ટીમ સાથે સરકારને એક રિયલ ટાઇમ ન્યૂ મીડિયા કમાન્ડ રૂમની સુવિધા આપી શકે.
મંત્રાલયની જાહેરાત પ્રમાણે ઉક્ત કંપની ટ્વિટર, યૂ-ટ્યૂબ, લિંક્ડઇન સહિત તમામ ઇન્ટરનેટ ફોરમ અને ઇમેલનું મોનિટરિંગ કરી આ પ્લેટફોર્મ્સ પર સંવેદનશીલ પોસ્ટ્સની ઓળખ કરશે. સાથે કંપની ફેક ન્યૂઝની ઓળખ કરી કેન્દ્ર સરકારના નામથી પોસ્ટ્સ અને મેસેજનું સંચાર કરશે. કેન્દ્ર સરકારનો દાવો છે કે, સંવેદનશીલ અને ફેક કંટેન્ટને રોકવાની સાથે સાથે એવી પોસ્ટનું સંચાર પણ કરાવાશે જેનાથી દેશની છબિ બનાવવામાં મદદ મળે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષ દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં પીએમઓ સહિત સરકારને તમામ મંત્રાલય અને કેબિનેટ મંત્રી સોશિઅલ મીડિયા પર એક્ટિવ છે. સોશિઅલ મીડિયાનો સહારો લઈને મંત્રીઓ પોતાની નવી નીતિઓનો પ્રચાર કરવા અને નાગરિકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરતા રહે છે. હવે કેન્દ્ર સરકાર એક પગલું વધુ આગળ વધવા માંગે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -