નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર ખેતરોમાં યૂરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. આ દાવાની સાથે અખબારમાં પ્રકાશિત એક સમાચારનું કટિંગ પણ વાયરલ થઈ રહ્યું છે. અખબારમાં પ્રકાશિત આ સમાચારનું હેડિંગ છે ‘કેતીમાં હવે યૂરિયાનો ઉપયોગ બંધ કરશે સરકાર’. પરંતુ જ્યારે આ ખબરની સત્યતા તપાસમાં આવી તો ઇન્ટનરેટ પર આવા કોઈ સમાચાર ન મળ્યા જેથી આ વાતની પુષ્ટિ થઈ શકે કે ભારત સરકાર યૂરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે.


ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેક પર ખેતીમાં યૂરિયા પર પ્રતિબંધ લગાવવાના દાવાને ફેક ગણાવ્યો છે. આ દાવાને ફેક ગણાવતા ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે, ‘યા દાવો ફેક છે, ભારત સરકારે કેતીમાં યૂરિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા સંદર્ભે કોઈ નિર્ણય કર્યો નથી.’