નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની સ્કીમના નામ પર હાલમાં એક નકલી સ્કીમ ચર્ચામાં છે. તેનું નામ પ્રધાનમંત્રી કન્યા આયુષ યોજના છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ સ્કીમ અંતર્ગત દરેક બાળકીને રૂપિયા મળાના છે. પરંતુ આ સત્ય નથી. પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check)એ આ પ્રકારની ફેક સ્કીમમાં ન ફસાવવા માટે ચેતવણી આપી છે. પીઆઈબી ફેક્ચ ચેકે ખુલાસો કર્યો છે કે પ્રધાનમંત્રી કન્યા આયુષ યોજનાના નામ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દરેક બાળકીને 2000 રૂપિયા ઉપલબ્ધ કરાવી રહી છે. પરંતુ હકીકતમાં કેન્દ્ર આ પ્રકારની કોઈ સ્કીમ નથી ચલાવી રહી. માટે આવા નકલી દાવાથી સાવચેત રહેવું.


આ પહેલા નકલી દાવો સામે આવ્યો હતો કે વીજળી બિલ માફી યોજના 2020 અંતર્ગત 1 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં બધાનું વીજળી બિલ માફ થવા જઈ રહ્યું છે. એક ફેક ન્યૂઝ એ પણ સામે આવ્યા હતા કે કેન્દ્ર સરકાર દરેક કોરોના દર્દી માટે દરેક નગરપાલિકાને 1.5 લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવી રહી છે. આ મેસેજ વ્હોટ્સએુપ પર વાયરલ થયો હતો.

PIB Fact Check

PIB Fact Check કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયને લઈને ખોટી જાણકારીને ફેલતી રોકવા માટે કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ સમાચાર ખોટા છે કે સાચા, એ જાણવા માટે PIB Fact Checkની મદદ લઈ શકાય છે. કોઈપણ PIB Fact Checkને શંકાસ્પદ અહેવાલનો સ્ક્રીનશોટ, ટ્વીચ, ફેસબુક, પોસ્ટ અથવા URL વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકાય છે. આ ઉપરાંત pibfactcheck@gmail.com પર ઇમેલ પણ કરી શકાય છે.