રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, “ ખેડૂતોનો મોદી સરકાર પરથી શરુઆતથી જ વિશ્વાસ ઉઠી ગયો છે, કારણ કે મોદીજીની કથની અને કરનીમાં ફરક રહ્યો છે. નોટબંધી, ખોટી જીએસટી અને ડીઝલ પર ભારેભરખમ ટેક્સ. જાગૃત ખેડૂતો જાણે છે કે, કૃષિ બિલથી મોદી સરકાર પોતાના મિત્રોનો વેપાર વધારશે અને ખેડૂતોની રોજી રોટી પર વાર કરશે.”
ઉલ્લેખનીય છે કે, કૃષિ બિલ પર મોદી સરકારને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર વિપક્ષ જ નહીં એનડીએમાં પણ બિલના કારણે ભાગલા પડી ગયા છે. આ મુદ્દે ગુરુવારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. શિરોમણી અકાલી દળ બીજેપીની સૌથી જૂની સહયોગી પાર્ટીઓમાંની એક છે.
હરસિમરતનું રાજીનામું ત્રણ અધ્યાદેશો વિરુદ્ધ આપ્યું છે. જેમાં -ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય અધ્યાદેશ 2020, ખેડૂત સશક્તીકરણ અને સંરક્ષણ અધ્યાદે અને આવશ્યક વસ્તુ (સંશોધન) સામેલ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ