Lalit Modi Attack Rahul Gandhi: આઇપીએલના પૂર્વ કમિશનર અને ફાઉન્ડર રહેલા ભાગેડુ લલિત મોદી પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ સતત હુમલા કરી રહી છે. હવે લલિત મોદીએ રાહુલ ગાંધીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીને લલિત મોદી બ્રિટનની કોર્ટમાં લઈ જવાની ધમકી આપી છે. એક પછી એક કરવામાં આવેલા ટ્વીટમાં લલિત મોદીએ પોતાને ભાગેડુ કહેવા સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા નથી.
લલિત મોદી પોતાને એક સામાન્ય નાગરિક ગણાવ્યા છે, રાહુલ ગાંધી પર લલિત મોદીનો હુમલો એવા સમયે આવ્યો છે, જ્યારે કોંગ્રેસ નેતાને મોદી સરનેમ પરના નિવેદન બદલ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, ત્યારબાદ તેમણે લોકસભાની સદસ્યતા પણ ગુમાવી દીધી છે.
લલિત મોદીએ પુછ્યુ- ભાગેડુ કઇ રીતે ?
ભાગેડુ કહેવા પર પૂર્વ આઈપીએલ કમિશનર લલિત મોદીએ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું, "હું જોઉં છું કે દરેક અને રાહુલ ગાંધીના સહયોગીઓ વારંવાર કહે છે કે હું ભાગેડુ છું." કેમ ? કેવી રીતે ?''
રાહુલ ગાંધીને કહ્યો પપ્પૂ -
લલિત મોદીએ કહ્યું કે મને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો. હું પપ્પુ ઉર્ફે રાહુલ ગાંધી જેવો નથી, હું એક સામાન્ય નાગરિક છું, અને મને લાગે છે કે વિપક્ષી નેતાઓની પાસે કરવા જેવું કઇ જ નથી. તેમની પાસે કાં તો ખોટી માહિતી છે અથવા તેઓ બદલાની ભાવનાથી બોલે છે.
લલિત મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "મેં રાહુલ ગાંધીને યૂકેમાં તરત જ કોર્ટમાં લઈ જવાનું નક્કી કર્યું છે. મને ખબર છે કે તેમને કોઈ નક્કર પુરાવા સાથે આવવું પડશે. હું તેમને ખુદને સંપૂર્ણ મૂર્ખ બનાવતા જોવા માટે આતુર છું." "
એક પૈસો નથી લીધો - લલિત મોદી
લલિત મોદીએ કહ્યું કે - મેં 15 વર્ષમાં એક પણ પૈસો લીધો હોવાનું સાબિત થયું નથી. તે ચોક્કસપણે સાબિત થયું છે કે મેં વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ બનાવી છે, જેણે લગભગ 100 અબજ ડૉલરની કમાણી કરી છે.
કોંગ્રેસના અનેક નેતાઓને ટેગ કરીને લલિત મોદીએ દાવો કર્યો હતો કે, આ નેતાઓની વિદેશમાં સંપત્તિ છે અને તેઓ તેમના સરનામા અને ફોટા મોકલી શકે છે. લલિત મોદીએ કહ્યું, - "ગાંધી પરિવારને લાગે છે કે તેઓ જ શાસન કરવા માટે હકદાર છે." તેમણે એમ પણ કહ્યું કે તેઓ દેશમાં પાછા આવશે, પરંતુ આ માટે કડક કાયદાઓ પસાર કરવા પડશે.