Mohammad Zubair Case: યુપી સરકારે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરના કેસની તપાસ માટે SITની રચના કરી છે. આ એસઆઈટી આઈજી પ્રીતિન્દર સિંહની અધ્યક્ષતામાં તપાસ કરશે. આ ટીમમાં ડીઆઈજી અમિત કુમાર વર્મા પણ સામેલ છે. મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ યુપીના સીતાપુર, લખીમપુર ખીરી, હાથરસ અને મુઝફ્ફરનગરમાં કેસ નોંધાયેલા છે.


ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મોહમ્મદ ઝુબૈરની સામે નોંધાયેલા કેસમાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની અદાલતે અગાઉના દિવસે મોહમ્મદ ઝુબેરને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. કોર્ટ ઝુબેરની જામીન અરજી પર 13 જુલાઈએ સુનાવણી કરશે. મોહમ્મદ ઝુબૈરને સીતાપુર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેની સામે એફઆઈઆરમાં કલમ 153B, 505(1)(b) અને 505(2) ઉમેરવામાં આવી હતી.


સુપ્રીમ કોર્ટે રાહત આપીઃ
આ પહેલા આજે સુપ્રીમ કોર્ટે સીતાપુર કેસમાં મોહમ્મદ ઝુબેરને રાહત આપી છે. કોર્ટે તેના વચગાળાના જામીનની મુદત વધારી દીધી છે. મંગળવારે ઝુબેરની અરજી પર સુનાવણી કરતાં કોર્ટે વચગાળાના જામીનને આગળના આદેશ સુધી લંબાવી દીધો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે યુપી સરકારને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું. કેસની આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરે થશે.


મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતીઃ
તમને જણાવી દઈએ કે ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં મોહમ્મદ ઝુબેરને વચગાળાના જામીન આપ્યા હતા. જોકે, મોહમ્મદ ઝુબૈર દિલ્હી પોલીસે દાખલ કરેલા કેસમાં કસ્ટડીમાં રહેશે. મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે ગયા મહિને તેના એક ટ્વિટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી હતી.


આ પણ વાંચોઃ


IND vs ENG ODI Score Live: ત્રણ ઓવરમાં જ ઈંગ્લેન્ડની ત્રણ વિકેટ પડી ગઈ, બુમરાહની શાનદાર બોલિંગ


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આ દિગ્ગજ નેતાને સોંપી મોટી જવાબદારી, જાણો વધુ વિગતો


Gujarat Rain: સીએમ ભુપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરિક્ષણ, બોડેલીમાં અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત