Monsoon In India: દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગુરુવારે રાજધાની દિલ્હી સહિત ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં તેના નિર્ધારિત સમયે દસ્તક આપી હતી. જેના કારણે અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 30 જૂને દિલ્હી પહોંચી ગયું છે. જેના કારણે રાજધાની દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
ચંદીગઢમાં વરસાદને કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે અહીંથી પસાર થતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે, પંચકુલા, કૈથલ, મહેન્દ્રગઢ, રેવાડી, સોનીપત અને યમુનાનગર સહિત હરિયાણાના કેટલાક અન્ય સ્થળોએ પણ ભારે વરસાદ થયો છે.
પ્રથમ વરસાદમાં દિલ્હીમાં પાણી ભરાયાઃ
પંજાબના પટિયાલા, મોહાલી, રૂપનગર, ફતેહગઢ સાહિબ અને હોશિયારપુરમાં પણ વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં ગુરુવારે સવારે પ્રથમ ચોમાસાના વરસાદ પછી તાજેતરમાં ખુલેલી પ્રગતિ મેદાન ટનલ, આઈટીઓ, રિંગ રોડ, બારાપુલા કોરિડોર, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે, સરાય કાલે ખાંમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. કલાકો સુધી વાહનો ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા.
પાણી ભરાવાને કારણે ટ્રાફિક પોલીસે પ્રહલાદપુર અંડરપાસને વાહનોની અવરજવર માટે બંધ કરી દીધો હતો. જેના કારણે મહેરૌલી-બદરપુર રૂટ પર જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે સવારે વરસાદને કારણે દિલ્હીના સરહદી વિસ્તારો જેમ કે દિલ્હી-નોઈડા બોર્ડર, ચિલ્લા બોર્ડર, યુપી ગેટ, દિલ્હી-ગુરુગ્રામ રોડ પણ ભારે જામ થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ