નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું 'અસાની' હવે વિખેરાઈ ગયું છે, પરંતુ હવે દેશમાં ચોમાસાને લઈને એક નવા સમાચાર આવ્યા છે. દેશમાં ચોમાસાની શરૂઆત વહેલા થશે તેવી આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી હતી કે દેશમાં સમય કરતાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે. દેશમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે  કારણ કે તેની ભારતમાં કૃષિ અને અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડે છે.


હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખ પહેલા થવાની સંભાવના છે. કેરળમાં ચોમાસું ચાર દિવસની મોડલ એરર સાથે 27 મેના રોજ આવવાની શક્યતા છે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસુ દસ્તક આપે છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 15 જૂને જ થતી હોય છે. એટલે કે 15 જૂનની આસપાસ વરસાદ થતો હોય છે. જો કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય અને સ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે. ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી ગયું હતું.


 


રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો દેશ વ્યાપી ડિગ્રી સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ, 57 સ્કૂલોના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં


સુરત સિવિલના ડોક્ટરોએ અઢી વર્ષના બાળકના મોતિયાની કરી સફળ સર્જરી,1 લાખ બાળકે એકમાં જોવા મળે છે આ સમસ્યા


યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ


મોનાલિસાનો સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતો બૉલ્ડ વીડિયો વાયરલ, કેપ્શનમાં લખ્યુ એવુ કે ફેન્સ રહી ગયા દંગ.........


Video: RCB vs PBKS: રજત પાટીદારે ફટકારી 102 મીટર લાંબી સિક્સ, મેચ જોવા આવેલા વૃદ્ધના માથા પર વાગ્યો બોલ