Inflation In India: ફેબ્રુઆરીમાં તાપમાનમાં વધારો અને માર્ચ-એપ્રિલમાં કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થયું છે અને હવે આવનારી ખરીફ સિઝન માટે પડકારો વધી રહ્યા છે. હવે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે આગાહી વરસાદને લઈને વર્તારો વ્યક્ત કર્યો છે. સ્કાયમેટની આ આગાહી દેશના ખેડૂતોની ચિંતા વધારી શકે છે.



સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. સ્કાયમેટે તેના હવામાન અહેવાલમાં જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસું સરેરાશના 94 ટકા રહેવાનો અંદાજ છે. સ્કાયમેટે તેની આગાહીમાં કહ્યું છે કે, ઉત્તર અને મધ્ય ભારતમાં આ વર્ષે ઓછો વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની ધારણા છે.

અલ નીનોના કારણે ઓછા વરસાદનું જોખમ

સ્કાયમેટ અનુસાર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. સ્કાયમેટના એમડી જતિન સિંહના જણાવ્યા અનુસાર, અલ નીનોની શક્યતા વધી રહી છે. અલ નીનોની અસરને કારણે ચોમાસું નબળું પડી શકે છે. જો કે, ખાદ્યપદાર્થોની કિંમતોના સંદર્ભમાં ભારત માટે આ સારા સમાચાર નથી. નબળા ચોમાસાની અસર ખરીફ પાકની વાવણી પર જોવા મળી શકે છે. ચોમાસાની અછતની સૌથી મોટી અસર સૌથી મહત્વપૂર્ણ ખરીફ પાક ડાંગરની ખેતી પર પડી શકે છે.

ચોમાસા પર અલ નીનોની અસર

સ્કાયમેટે નબળા ચોમાસાની આગાહી કરી છે. અન્ય ઘણા સંશોધન અહેવાલો માને છે કે, આ વર્ષે અલ નીનોની અસરને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે અનાજનું ઉત્પાદન ઘટી શકે છે. તાજેતરમાં MOAA (નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન), અમેરિકા સાથે સંકળાયેલ એક સંસ્થાએ જૂન અને ડિસેમ્બર 2023 વચ્ચે અલ નીનોના આગમનની આગાહી કરી છે. તેનાથી ભારતમાં ચોમાસાને અસર થઈ શકે છે. છેલ્લા 20 વર્ષોમાં જ્યારે પણ દુષ્કાળ પડ્યો છે, તે અલ નીનોને કારણે જ થયો છે. અલ નીનોના કારણે દેશમાં દુષ્કાળ પડી શકે છે જેના કારણે ખાદ્ય ચીજોની સપ્લાય પર દબાણ આવી શકે છે. અને તેની અસર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે. ખાદ્ય ચીજો મોંઘી થઈ શકે છે.

અલ નિનોને કારણે વધી શકે છે તાપમાન

નાણા મંત્રાલય દ્વારા જાન્યુઆરી મહિના માટે જાહેર કરાયેલ માસિક આર્થિક સમીક્ષા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હવામાન સંબંધિત માહિતી આપતી એજન્સીઓએ આગાહી કરી છે કે, ભારતમાં અલ નીનો જેવી સ્થિતિ જોવા મળી શકે છે. જો આ આગાહી સાચી ઠરશે તો તેની અસર ચોમાસા પર જોવા મળી શકે છે. અલ નીનો અને લા નીનો એ પ્રશાંત મહાસાગરના દરિયાઈ સપાટીના તાપમાનમાં સમયાંતરે ફેરફાર છે, જેની અસર હવામાન પર જોવા મળે છે. અલ નીનોને લીધે તાપમાન વધુ ગરમ થાય છે અને લા નીના વધુ ઠંડુ થાય છે. અલ નીનોના કારણે ઉનાળાની ઋતુમાં તાપમાન વધે છે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. તેની અસરથી વરસાદ પડતા વિસ્તારોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ઓછા વરસાદવાળા સ્થળોએ વધુ વરસાદ જોવા મળ્યો છે.